આ પાંચ કારણથી તમારે જોવી જોઈએ ડેઈઝી શાહની ફિલ્મ 'ગુજરાત 11'

31 December, 2019 01:19 PM IST  |  Mumbai

આ પાંચ કારણથી તમારે જોવી જોઈએ ડેઈઝી શાહની ફિલ્મ 'ગુજરાત 11'

ડેઈઝી શાહ

1. ડેઈઝી શાહની ડેબ્યૂ ફિલ્મ
સલમાન ખાન સાથેની જય હો ફિલ્મથી પોતાની કારકીર્દિની શરૂઆત કરનાર ડેઈઝી શાહે ગુજરાત 11થી ગુજરાતી ફિલ્મોમાં પદાર્પણ કર્યું છે. ડેબ્યૂ કરવા માટે ડેઈઝી ફિલ્મની પસંદગી ખરેખર ખૂબ જ સારી છે. ફિલ્મમાં તે છાપ છોડી જાય છે. એક કલાકાર તરીકે ફિલ્મમાં ડેઈઝી ઉભરીને આવે છે.

2.પહેલી ગુજપાતી સ્પોર્ટ્સ ફિલ્મ
ગુજરાત 11 ઢોલીવુડની પહેલી સ્પોર્ટ્સ ફિલ્મ છે. આપણી ઈન્ડસ્ટ્રીમાં આવા પ્રકારની ફિલ્મ પહેલા નથી બની એટલે ગુજરાત 11ને એક નવી અને સારી શરૂઆત કહી શકાય. ભવિષ્યમાં વધુ આવા પ્રકારની ફિલ્મો પણ બની શકે છે.

3. હટકે કથાવસ્તુ
બાળ સુધારગૃહમાં રહેલા બાળકોના જીવનને કેવી રીતે નવી દિશા આપી શકાય તે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. કથાવસ્તુ અંત સુધી દર્શકોને જકડી રાખે છે. ફિલ્મની વાર્તા દર્શકોને પોતાની સાથે રડાવે છે, હસાવે છે અને સાથે એક્શન અને રોમાંચનો ડોઝ પણ આપે છે.

4. અભિનય
ડેઈઝી શાહની સાથે ફિલ્મમાં પ્રતિક ગાંધી પણ છે. ભલે એમનો રોલ એટલો મોટો નથી પરંતુ પ્રતિક જેટલી વાર સ્ક્રીન પર આવે છે એટલી વાર છવાઈ જાય છે. ગુજરાત 11 ટીમના ખેલાડીઓ તરીકે કામ કરનાર બાળકોનો અભિનય પણ સહજ છે. સૌથી સરસ કામ છે કવિન દવેનું. કવિન એક અલગ જ છાપ છોડવામાં સફળ રહ્યા છે.

આ પણ જુઓઃ ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ અવૉર્ડમાં ઉમટ્યા સિતારાઓ, જુઓ દિલકશ તસવીરો

5. જયંત ગિલાટરનું દિગ્દર્શન
ફિલ્મના રાઈટર-ડિરેક્ટર છે જયંત ગિલાટર. જેઓ પહેલા ચૉક એન્ડ ડસ્ટર જેવી હિન્દી ફિલ્મો આપી ચુક્યા છે. તો ગુજરાતી ફિલ્મ નટસમ્રાટ પણ તેમણે જ બનાવી છે. જયંત ગિલાટરની આ સૂઝ ગુજરાત 11 ફિલ્મમાં પણ દેખાય છે.

daisy shah Pratik Gandhi dhollywood news