‘ગોળકેરી’ના ડાયરેક્ટર વિરલ શાહના થયા ગોળધાણાં

04 April, 2022 02:51 PM IST  |  Mumbai | Rachana Joshi

બેસ્ટ ફ્રેન્ડ અને અભિનેત્રી એશા કંસારાએ શૅર કરી વિરલ શાહની સગાઈની તસવીરો

વિરલ શાહની સગાઈની તસવીરો (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

સુપર હિટ ગુજરાતી ફિલ્મ ‘ગોળકેરી’ (Gol Keri) ફેમ ફિલ્મમેકર, લેખક અને ડાયરેક્ટર વિરલ શાહ (Viral Shah) ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. વિરલ શાહના જીવનમાં એક નવો રંગ ઉમેરાયો છે, પ્રેમનો રંગ. દિગ્દર્શકના ગઈ કાલે જ ગોળધાણાં અને સગાઈ થઈ છે. વિરલ શાહે અસિસ્ટન્ટ ડાયરેક્ટર પૂજા ઠાકર (Pooja Thakar) સાથે સગાઈ કરી છે. આ સગાઈમાં ઢોલિવૂડનાં અનેક સેલેબ્ઝ હાજર રહ્યા હતા.

વિરલ શાહે અસિસ્ટન્ટ ડાયરેક્ટર અને એસોસિયેટ રિયાલિટી પ્રોડ્યુસર પૂજા ઠાકર સાથે સગાઈ કરી છે. આ સગાઈની તસવીરો ડાયરેક્ટરની બેસ્ટ ફ્રેન્ડ અને ગુજરાતી અભિનેત્રી એશા કંસારા (Esha Kansara)એ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે.

જુઓ તસવીરો :

એશા કંસારાએ કૅપ્શનમાં લખ્યું છે કે, ‘મારા શ્રેષ્ઠ મિત્રોમાંના એક અને સૌથી નજીકના વ્યક્તિની હવે સગાઈ થઈ ગઈ છે અને હું શાંત નથી રહી શકતી. વિરારારારરા અને પૂજાજાજાજાજા આજે હું ખૂબ જ ખુશ છું, તમે બંને એકબીજાને મળ્યા. વિરલ હવે ડાહ્યો બની જજે અને આ ખુશ બાળકને વધુ ખુશ રાખજે. પ્રેમ...પ્રેમ...પ્રેમ તમને બન્નેને.’

વિરલ શાહની સગાઈમાં ઢોલિવૂડના અનેક સેલેબ્ઝ હાજર રહ્યા હતા. સહુએ સોશ્યલ મીડિયા પોસ્ટ અને સ્ટોરી દ્વારા દિગ્દર્શકને શુભેચ્છા આપી છે.

વિરલ શાહની મંગેતર પૂજા ઠાકરે સગાઈ પત્યા પછી એક ઇન્સ્ટાસ્ટોરી શૅર કરી છે. જેમાં બન્નેના હાથમાં વીંટી દેખાય છે. સાથે જ કૅપ્શનમાં લખ્યું છે કે, ‘માઇન ફોરેવર. પી.એસ. : ‘અમને જોઈતો પણ નથી એવી કમેન્ટ્સ બ્લોક કરવામાં આવશે’.’

આ સ્ટોરીને રિપોસ્ટ કરતા વિરલ શાહે કૅપ્શન આપ્યું છે કે, ‘બધી જ પ્રેમ કહાનીઓ સુંદર હોય છે. પરંતુ આપણી મારી મનપસંદ છે. #engaged.’

સગાઈના સમાચારથી વિરલ શાહના ફેન્સ બહુ ખુશ થયા છે અને તેમની મંગેતર પૂજા ઠાકર વિશે વધુ જાણવા આતુર છે.

entertainment news dhollywood news viral shah Esha Kansara rachana joshi