વ્યસ્ત શેડ્યૂલમાંથી વિરલ શાહે ગોવા માટે સમય ફાળવ્યો

07 October, 2020 08:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વ્યસ્ત શેડ્યૂલમાંથી વિરલ શાહે ગોવા માટે સમય ફાળવ્યો

વિરલ શાહ અને તેમના મિત્રો

ગોવાને પોતાનું બીજુ ઘર માનતા ડાયરેક્ટર વિરલ શાહે આખરે પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી ગોવા ટ્રીપ માટે સમય ફાળવ્યો છે. અગાઉ સતત કામ આવતા તેમણે આ ટ્રીપ કેન્સલ કરવી પડી હતી.

મિત્રો સાથે ગોવા ફરવા ગયેલા વિરલ શાહે સોશ્યલ મીડિયામાં ફોટોઝ પણ શૅર કર્યા છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે વિરલ શાહ તેમના નજીકના મિત્રો સાથે હંમેશા એક જ સ્થળે જાય છે અને ત્યાં જ તેમની સ્ક્રિપ્ટમાં તે ઉંડાણપૂર્વક કામ કરી શકે છે.

તાજેતરમાં જ વિરલ શાહની એક શોર્ટ ફિલ્મ આવી હતી અને ફિલ્મ સહિત હજી ઘણા પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે.

entertainment news dhollywood news goa