ફિલ્મ કેસરિયામાં નફકરા ગાઇડ તરીકે આવો દેખાશે મુછાળો મલ્હાર ઠાકર

13 March, 2020 06:06 PM IST  |  Bhuj | Chirantana Bhatt

ફિલ્મ કેસરિયામાં નફકરા ગાઇડ તરીકે આવો દેખાશે મુછાળો મલ્હાર ઠાકર

ધ્વનિ ગૌતમની ફિલ્મ 'કેસરિયા' નું શૂંટિગ હોળી પછી શરૂ થયું અને્ જેની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર અભિનેતા મલ્હાર ઠાકરે જ  કરી હતી. મલ્હાર અને ધ્વની ગૌતમ આ પ્રોજેક્ટ માટે ડિરેક્ટર એક્ટર તરીકે એક મંચ પર આવ્યા છે. આ ફિલ્મ ભૂજ તથા સ્કોટલેન્ડમાં શૂટ થશે તેવી જાહેરાત પણ કરાઇ હતી. આ ફિલ્મનું શૂટિંગ અત્યારે ભુજમાં ચાલી રહ્યું છે ત્યારે મલ્હારે તેનો ફર્સ્ટ લુક ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. મુછો વાળો મલ્હાર તમને આ ફિલ્મમાં જોવા મળશે. તેણે શેર કરેલા લુકમાં મફલર વિંટાળીને દેવાનંદની સ્ટાઇલમાં જ જાણે તે ખભે નાખી રહ્યો હોય તેવું આ તસવીરમાં લાગે છે.

આ ફિલ્મમાં મલ્હાર ટુરિસ્ટ ગાઈડની ભૂમિકામાં દેખાશે. મલ્હારની સાથે મુખ્ય ભૂમિકામાં મૉડલ રીતુ ભગવાની અને 'ત્રિદેવીયા' ફેમ અંશુલ ત્રિવેદી છે. સૂત્રોએ જણાવ્યું છે કે, કેસરિયા ફિલ્મ ૨૦૨૦ નવેમ્બરમાં રીલીઝ થશે. અત્યારે તો ફિલ્મનું શુટ ભુજમાં શરૂ થયું છે.

ફિલ્મનાં લેખક વિરલ શાહ જે ગોળકેરીનાં દિગ્દર્શક પણ રહી ચૂક્યા છે તેમણે ગુજરાતી મિડ-ડે. કોમ સાથે વાત કરતા જણાવ્યું કે, "હું પોતે શુટ પર નથી પણ મારી ક્રુ સાથે વાત થઇ તો મને જાણવા મળ્યું છે કે તે એ જ ગ્રુપ છે જે અમદાવાદથી શુટિંગ માટે ભુજ ગયું છે. તેઓ કોઇપણ એવી વ્યક્તિના સંપર્કમાં નથી જે વિદેશ જઇને પાછી ફરી હોય, જ્યાં શુટ કરી રહ્યા છે તે વિસ્તારમાં કોઇ ટુરિસ્ટ પણ નથી એટલે તેઓ શુટિંગ કન્ટિન્યુ રાખશે. સ્વાભાવિક છે કે ફિલ્મનું શુટિંગ સ્કોટલેન્ડમાં કરવાનો જે પ્લાન હતો તેમાં તો અત્યાર પુરતી બ્રેક લાગી હોઇ શકે છે જો કે આ અંગો કોઇએ પુષ્ટિ આપી નથી.  ફિલ્મની વાર્તા ૧૯૬૫ માં આવેલી દેવ આનંદ અને વહિદા રહેમાનની ફિલ્મ 'ગાઈડ' જેવી છે જે આર.કે.નારાયણની આ જ નામની નવલકથા પરથી બનાવવામાં આવી હતી. ફિલ્મને ધ્વનિ ગૌતમ ડાયરેક્ટ કરી રહ્યાં છે અને પ્રસ્તુતકર્તા જીગર ચૌહાણ પ્રોડ્કશન છે. જ્યારે ફિલ્મની વાર્તા, સ્ક્રીનપ્લે અને ડાયલોગ વિરલ શાહે લખ્યા છે જેને ધ્વની ગૌતમ અને અમાત્ય ગોરડિયાનો સહકાર મળ્યો છે. 

Malhar Thakar kutch bhuj scotland gujarati film dhollywood news