ડાયરેક્ટર રેહાન ચૌધરી કહે છે: લૉકડાઉન લોકોની શિસ્ત પર આધાર રાખે

21 May, 2020 04:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ડાયરેક્ટર રેહાન ચૌધરી કહે છે: લૉકડાઉન લોકોની શિસ્ત પર આધાર રાખે

રેહાન ચૌધરી

અત્યારે આખો દેશ લૉકડાઉન 4.0માં પ્રવેશી ગયો છે અને ઘરમાં જ રહીને કોરોના વાયરસ (COVID-19) સામેની લડત લડી રહ્યો છે. ત્યારે 'અરમાન: સ્ટોરી ઓફ અ સ્ટોરીટૅલર' અને 'તું છે ને' ફૅમ ડાયરેક્ટર રેહાન ચૌધરીનું કહેવું છે કે, આવા સમયે લોકો પરિસ્થિતિને સમજે અને લૉકડાઉનના નિયમોનું પાલન કરે તે બહુ જરૂરી છે.

ડાયરેક્ટર રેહાન ચૌધરી અત્યારે પોતાના પરિવારથી દુર અમદાવાદમાં એકલો રહે છે અને લૉકડાઉનના નિમયોનું પાલન પણ કરી રહ્યો છે. લોકડાઉન 4.0 વિષે રેહાને કહ્યું છે કે, લોકડાઉન 4.0 જોખમી છે અને સાથે જ આવશ્યક પણ છે. આટલા બધા દિવસ સુધી લૉકડાઉનમાં રહેવા છતા દરરોજ 2000-3000 થી વધુ કોરોનાના કેસ નોંધાય છે. આ લૉકડાઉનમાં ઘણા બધા લોકો પોતાના ઘરે જશે. પણ હું આશા રાખુ છું કે લોકો પરિસ્થિતિને સમજે અને લૉકડાઉનના નિયમોનું પાલન કરે. ગ્રીન ઝૉન વિસ્તારમાં રહેતા લોકો સલામત રહે. આ લૉકડાઉન સંપુર્ણ રીતે લોકોની શિસ્ત પર આધાર રાખે છે, બીજું કંઈ નહીં.

આ પણ વાંચો: પ્રતિક ગાંધીએ ઉતાર્યું 10 કિલો વજન: જાણો અભિનેતાની 'Fat to Fit'સુધીની સફર

રેહાનની આગામી ફિલ્મ 'ધૂંઆધાર' છે. આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને વિતેલા જમાનાના અભિનેતા હિતેન કુમાર મુખ્ય ભુમિકામાં છે. સાથે નેત્રી ત્રિવેદી, અલિશા પ્રજાપતિ અને ડીમ્પલ બિસ્કીટવાલા પણ જોવા મળશે.

lockdown entertainment news dhollywood news gujarati film