Lockdown Outbreak: ક્યાં છે ગાયક 'જીગરા'ની જીંદગી?

19 April, 2020 01:52 PM IST  |  Mumbai | Rachana Joshi

Lockdown Outbreak: ક્યાં છે ગાયક 'જીગરા'ની જીંદગી?

જીગરદાન ગઢવી

કોરોના વાયરસ (COVID-19)ને કારણે ભારતમાં ત્રીજી મે સુધી દેશવ્યાપી લૉકડાઉન છે. એટલે લોકો પોતપોતાના ઘરોમાં લૉક થઈ ગયા છે. સામાન્ય માણસ હોય કે સુપરસ્ટાર દરેક પાસે ઘરમાં રહેવા સિવાય બીજો કોઈ પર્યાય નથી. ગાયક જીગરદાન ગઢવી પણ ઘરમાં જ છે અને તે કોઈ ખાસ વ્યક્તિને મિસ કરી રહ્યાં છે. આ બાબતે ગાયકે સોશ્યલ મિડિયા પર પણ પોસ્ટ કર્યું હતું.

ગાયક જીગરદાન ગઢવી તેની લેડી લવને મિસ કરી રહ્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક યુવતી સાથેનો ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટો એરપોર્ટ પર લેવાયેલો છે. પણ ક્યાંનું એરપોર્ટ છે એ કોઈને ખબર નથી. સાથે જ આ યુવતી કોણ છે એ પણ હજી કોઈને ખબર નથી. પરંતુ આ યુવતી જીગરાની જીંદગી છે એ ચોક્કસ પોસ્ટ પરથી ખબર પડે છે. જીગરાએ કેપ્શનામં લખ્યું હતું કે, 'મેં યહાં તું વહા! જીંદગી હૈ કહા? #love'

જીગરદાનના પોસ્ટ પરથી ચોકક્સ કહી શકાય કે તે યુવતીને બહુ પ્રેમ કરે છે. જીગરાના ફેન્સ જાણવા માટે આતુર છે કે આ યુવતી આખિરકાર છે કોણ!

આ પણ વાંચો: ગાયક જીગરદાન ગઢવીએ દઇ દીધું છે પોતાનું દિલ

આપણે આશા રાખીયે કે જીગર તેની જીવનની મંઝિલ સુધી જલ્દી પહોંચી જાય.

dhollywood news gujarati film Jigardan Gadhavi coronavirus covid19