ગુજરાતી સાહિત્યકારની ચીરવિદાયથી ઢોલીવુડ થયું ઉદાસ, આપી શ્રદ્ધાંજલિ

30 April, 2020 07:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતી સાહિત્યકારની ચીરવિદાયથી ઢોલીવુડ થયું ઉદાસ, આપી શ્રદ્ધાંજલિ

તસવીર સૌજન્ય: વિકિપિડિયા

ગુજરાતી સાહિત્ય જગતનું જાણીતું નામ એટલે કુંદનિકા કાપડિયા. 93 વર્ષની ઉંમરે તેમનું નિધન થતા ગુજરાતી સાહિત્યમાં બહુ મોટી ખોટ પડી છે. તેમના નિધનના સમાચારથી ઢોલીવુડ પણ શોકગ્રસ્ત છે. દાંડિયા ક્વિન ફાલ્ગુની પાઠક, મલ્હાર ઠાકર સહિત અનેક સેલેબ્ઝે તેમને શ્રધ્ધાંજલી આપી હતી.

ફાલ્ગુની પાઠકે તેમની સાથેની જુની તસવીરો શેર કરતા લખ્યું હતું કે, મને તેમના આર્શીવાદ મળ્યાં એ મારા માટે આર્શીવાદ સમાન છે. અમે હંમેશા તમને યાદ કરીશું.

મલ્હાર ઠાકરને લેખિકાના જવાથી ઘણું દુ;ખ થયું હતું.

ગીતા રબારીએ પણ કુંદનિકા કાપડિયાને શ્રદ્ધાંજલિ આપી હતી.

મિત્ર ગઢવીએ લેખિકાના મોઢે બાળપણમાં વાર્તા સાંભળેલી તેના સંભારણા કર્યા હતા.

ઓજસ રાવલે કહ્યું હતું કે, સૌથી પહેલા ઈરફાન ખાન, પછી ઋષી કપૂર અને હવે કુંદનિકા કાપડિયા?!? સૌથી ખરાબ દિવસ છે આ.

ખુશી શાહે દુ:ખ વ્યક્ત કર્યું હતું.

કુંદનિકા કાપડિયાની નવલકથા 'સાત પગલાં આકાશમાં' બહુ જ વખણાયેલ અને વંચાયેલ સર્જનમાંની એક  છે. તેમની વિદાયથી સાહિત્ય જગતમાં ખરેખર ઊંડી ખોટ પડી છે. 

gujarat gujarati film entertainment news dhollywood news falguni pathak Malhar Thakar Mitra Gadhvi