અભિનેત્રી ખુશી શાહ બનશે નિર્માત્રી

19 May, 2020 07:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેત્રી ખુશી શાહ બનશે નિર્માત્રી

ખુશી શાહ

'અફરા તફરી' ફેમ અભિનેત્રી ખુશી શાહ હવે ફક્ત અભિનેત્રી નહીં રહે પણ બહુ જલ્દી નિર્માત્રીની ભૂમિકામાં પણ જોવા મળશે. સુત્રો પાસેથી મળેલી માહિતિ મુજબ, લૉકડાઉન બાદ અભિનેત્રી ખુશી શાહ કેટલીક ફિલ્મો પ્રોડયુસ કરવાની છે. આ પ્રોજેક્ટ પર કામ કરવાની શરૂઆત લૉકડાઉન શરૂ થયું તે પહેલાથી જ કરી દીધી હતી. પરંતુ લૉકડાઉનને લીધે બધુ કામ અત્યારે અટકી ગયું છે.  

ખુશી શાહ અભિનેત્રી હોવાની સાથે સાથે મોડલિંગ ક્ષેત્રે પણ કાર્યરત છે હવે તે નિર્માણ ક્ષેત્રે પણ ઝંપલાવવાની છે. સુત્રોએ આપેલી માહિતિ મુજબ, લૉકડાઉનને લીધે અત્યારે ભલે બધુ કામ બંધ હોય પરંતુ જેવુ લૉકડાઉન ખુલશે અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીને કામ કરવાની પરવાનગી મળશે ત્યારે આ બધા પ્રોજેક્ટ પર કામ કરવામાં આવશે. ખુશી શાહ ત્રણ ફિલ્મોનું નિર્માણ કરશે અને આ ફિલ્મોમાં તે અભિનય પણ કરશે. જેમાંથી એક ફિલ્મનું શુટિંગ થઈ ગયું છે. પરંતુ ફિલ્મનું નામ હજી નક્કી નથી. તેટલું જ નહીં એક મરાઠી ફિલ્મ નિર્માણ કરવા બાબતે પણ અભિનેત્રી ચર્ચા કરી રહી છે.

entertainment news dhollywood news gujarati film