ગુડ ન્યૂઝ: ચૉકલેટ બૉય પ્રતિક ગાંધીએ કોરોનાને આપી માત

29 July, 2020 06:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુડ ન્યૂઝ: ચૉકલેટ બૉય પ્રતિક ગાંધીએ કોરોનાને આપી માત

પ્રતિક ગાંધી અને પરિવારે કોરોનાને આપી માત

વિશ્વમાં વ્યાપેલા કોરોના વાયરસ (COVID-19)ની ચપેટમાં આવેલા ગુજરાતી ફિલ્મોના ચૉકલેટ બૉય પ્રતિક ગાંધી (Pratik Gandhi) અને તેનો પરિવાર કોરોનાને માત આપીને ઘરે પરત આવી ગયો છે. અભિનેતા સ્વસ્થ હોવાના સમાચાર સાંભળીને ફૅન્સ બહુ ખુશ થયા છે. કોરોનાને માત આપી હોવાના સમાચાર અભિનેતાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને આપ્યા હતા.

19 જૂલાઈના રોજ પ્રતિક ગાંધી, પત્ની ભામિનિ ઓઝા (Bhamini Oza) અને અભિનેતાનો ભાઈ પુનિત કોરોના પૉઝિટિવ હોવાનું ખબર પડી હતી. ત્યારબાદ પ્રતિક ગાંધી અને પત્ની ઘરમાં જ ક્વૉરન્ટાઈન થયા હતાં અને ભાઈ પુનિતને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પણ હવે અભિનેતા આ વાયરસની ચપેટમાંથી બહાર આવી ગયો હતો. સોશ્યલ મીડિયા પર પ્રતિક ગાંધીએ પોસ્ટ કરીને કહ્યું હતું કે, '20 દિવસની માનસિક તાણ અને શારીરિક ત્રાસ બાદ મેં અને મારા પરિવારે કોરોના સામેની જંગ જીતી છે અને અમે બધા તેમાંથી બહાર આવી ગયા છીએ. હું મારા મિત્રો, પરિવાર અને શુભેચ્છકોનો આભારી છું કે તેમણે મને સપોર્ટ આપ્યો અને અમારા માટે પ્રાર્થના કરી. બહુ બધો પ્રેમ.'

પ્રતિક ગાંધીએ પોસ્ટ કરેલી સ્ટોરી

 

આ પણ જુઓ: જાણો કેવી છે પ્રતીક ગાંધીની લવ સ્ટોરી તસવીરો સાથે

ઉલ્લેખનિય છે કે, પ્રતિક ગાંધી વૅબ સિરીઝ 'સ્કૅમ 1992 ધ હર્ષદ મેહતા સ્ટૉરી'માં જોવા મળશે. આ સિરિઝ હર્ષદ મહેતાના કૌભાંડ પર આધારિત છે. સિરિઝને નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મમેકર હંસલ મહેતા ડિરેક્ટ કરી રહ્યાં છે. આ સિરિઝ જર્નલિસ્ટ સુચેતા દલાલની બેસ્ટ સેલિંગ બુક ‘ધ સ્કેમ’ પર આધારિત છે.

coronavirus covid19 entertainment news dhollywood news gujarati film Pratik Gandhi