ચાય-વાય એન્ડ રંગમંચની સિઝન 3 જાહેર, જાણો વધુ

11 April, 2021 04:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોકોનટ થિયેટર પ્રસ્તુત “ચાય-વાય એન્ડ રંગમંચ” સિઝન-3 જાહેર, આ સિઝનના સત્રો ૧૨ મી એપ્રિલ ૨૦૨૧થી ગુજરાતી રંગભૂમિ પર આધારિત હશે.

પ્રતીકાત્મક તસવીર

`ચાય વાય એન્ડ રંગમંચ 2020` સિઝન 1 સફળ રહ્યા પછી હવે કોકોનટ થિયેટર સિઝન 3ની આવતીકાલથી શરૂ થઈ રહી છે. સિઝન 1માં ભારતસહિત વિવિધ દેશોના રંગભૂમિના એક્સપર્ટ્સેએ એક પછી એક 109 સેશન્સ સફળતાપૂર્વક કરીને ઇતિહાસ રચ્યો. આ સિવાય ભારતનાં જુદા જુદા રાજ્યોના પ્રતિભાશાળી નામાંકિત પ્રસિદ્ધ લોકકલાનાં કલાકારો અને મહેમાન વક્તાઓ દ્વારા એક પછી એક કડીઓ ઉમેરાતા ભારતીય લોક થિયેટરના સ્વરૂપો લોકો સુધી પહોચાડવામાં આવ્યા. દરેક અતિથિ વક્તાઓએ આ તકને સ્વેચ્છાએ સ્વીકારી. યાદગાર થિયેટરના અનુભવો અને શીખવા જેવી અનેક વાતો શૅર કરી. સિઝન 1 અને સિઝન 2ના દરેક સત્ર દર્શકોને કોકોનટ થિયેટર્સની યુટ્યુબ ચેનલ પર જોવા મળશે.

શત્રુઘ્ન સિંહા, સુભાષ ઘાઇ, પદ્મ વિભૂષણ સન્માનિત શબાના આઝમી, સુપ્રિયા પાઠક, પદ્મશ્રી અને સંગીત નાટક અકાદમી એવોર્ડ વિજેતા રીટા ગાંગુલી, એમ.એસ.સત્યુ, સ્વ.બંસી કૌલ, મનોજ જોશી, નીલમ માનસિંહ, વામન કેન્દ્રે, સતિષ આલેકાર, ડોલી આહલુવાલિયા, પ્રસન્ના, સુરેશ શર્મા (ડિરેક્ટર - એનએસડી), રોહિણી હટ્ટગડી અને અન્ય લોકોએ ઑનલાઇન સેશન્સ કર્યા અને થિયેટર વિદ્યાર્થીઓ, કલાપ્રેમી થિયેટર આર્ટિસ્ટ,  લેખકો, દિગ્દર્શકો, સંગીતકાર, નૃત્ય દિગ્દર્શક, રંગ ભૂષા, ડ્રેસ ટેક્નિકલ ડીઝાઇનર, ટેક્નિશિયન, વિવિધ થિયેટર જૂથો અને થિયેટર સાથે જોડાયેલા બધા માટે પ્રેરણાસ્ત્રોત બન્યા. 

“ચાય-વાય એન્ડ રંગમંચ”ની બન્ને સિઝન સફળ રહ્યા બાદ, કોકોનટ થિયેટર લાવી રહ્યું છે `ચાય-વાય એન્ડ રંગમંચ - ગુજરાતી તખ્તાને સંગ - સિઝન -3`.  12 એપ્રિલ, 2021થી “ticketninja.in”ના સહયોગથી દરરોજ સાજે 6 વાગ્યે સેશન શરુ થશે. આ સેશન્સમાં ગુજરાતી રંગભૂમિના અભિનેતા, લેખકો અને દિગ્દર્શકો અને વિવિધ કસબીઓ કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર લાઇવ આવશે અને તેમની રંગભૂમિ કારકિર્દીની યાદગાર વાતો, એમના અનુભવો શૅર કરશે.

સિઝન -૧  અને સિઝન - ૨ ના આદરણીય મહેમાનો અને પ્રેમાળ પ્રેક્ષકોનો પ્રતિસાદ ખૂબ જ સારો હતો. આ પ્રતિસાદ બાદ કોકોનટ થિયેટર ટીમને પ્રાદેશિક થિયેટર પર ઑનલાઇન સત્ર આયોજન કરવાની પ્રેરણા મળી અને કોકોનટ થિયેટર ટીમે ગુજરાતી રંગભૂમિનાં માધ્યમથી પ્રાદેશિક સત્રો શરૂ કરવાનું ઠરાવ્યું. ગુજરાતી રંગભૂમિ હંમેશાં ખૂબ જ સક્રિય રહી છે અને વિશાળ ગુજરાતી પ્રેક્ષક વર્ગ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. ગુજરાતી થિયેટરમાં એક વિશાળ સંભાવના અને વૃદ્ધિનો અવકાશ હંમેશા રહ્યો છે. “ચાય-વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન –3” ને ઑનલાઇન અને ઑફલાઇન જોઈ શકાશે. બધાં જ સેશન્સની રેકૉર્ડિંગ કોકોનટ થિયેટર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવશે, જે બધા માટે ઉપલબ્ધ છે.

gujarati film dhollywood news