ચીલઝડપનું નવું ગીત 'અતરંગી' રીલિઝ, આદિત્ય ગઢવીએ આપ્યો છે અવાજ

28 August, 2019 02:30 PM IST  |  મુંબઈ

ચીલઝડપનું નવું ગીત 'અતરંગી' રીલિઝ, આદિત્ય ગઢવીએ આપ્યો છે અવાજ

ચીલઝડપનું નવું ગીત 'અતરંગી' રીલિઝ


ઉષા ઉત્તુપના અવાજમાં ગાયેલા અલગારી ગીત પછી હવે અપકમિંગ ગુજરાતી ફિલ્મ ચીલઝડપનું વધુ એક ગીત અતરંગી ગીત રીલિઝ થઈ ગયું છે. જે આદિત્ય ગઢવીએ ગાયું છે. શબ્દો નિરેન ભટ્ટના છે ત્યારે મ્યુઝિક પિયુષ કનોજિયાનું છે. ગીતમાં જીમિત ત્રિવેદીનો અતરંગી અવતાર જોવા મળી રહ્યો છે.


ક્યારેક દબંગ તો ક્યારે કુલી અને ક્યારેક શાહરૂખ ખાન. આવા છે આ ગીતમાં જીમિત ત્રિવેદીના અવતાર. આદિત્યનો ઘુંટાયેલો અવાજ અને જીમિતના હાવભાવ આ ગીતમાં પ્રાણ પુરે છે. ગીતના શબ્દો પણ એકદમ મજા કરાવી દે તેવા છે. તમે પણ જુઓ આ ગીત...

ચીલઝડપ ફિલ્મમાં જીમિત ત્રિવેદી સાથે સોનિયા શાહ, સુશાંત સિંહ રાજપૂત અને દર્શન જરીવાલા છે. આ એક એક્શન સસ્પેન્સ કોમેડી ફિલ્મ છે. જેને ડાયરેક્ટ ધર્મેશ મહેતાએ કરી છે. જ્યારે પ્રોડ્યુસર રાજુ રાયસિંઘાની છે. ફિલ્મ 6 સપ્ટેમ્બરે મોટા પડદા પર આવી રહી છે.

આ પણ જુઓઃ Yash Shah:જાણો 'દિકરી વહાલનો દરિયો'ના 'ઉત્કર્ષ' કેવી રીતે શીખ્યા ગુજરાતી ?

jimit trivedi dhollywood news