અમદાવાદમાં કાલે ભજવાશે નાટક 'Babes in the woods', આ કારણે છે ખાસ

16 March, 2019 06:24 PM IST  |  અમદાવાદ

અમદાવાદમાં કાલે ભજવાશે નાટક 'Babes in the woods', આ કારણે છે ખાસ

આવતીકાલે અમદાવાદમાં ભજવાશે 'બેબ્ઝ ઈન ધ વૂડ્ઝ'

અમદાવાદના ઓરોબોરસ ધ આર્ટ હબમાં આવતીકાલે એટલે કે રવિવારે એક ખાસ નાટક ભજવાવા જઈ રહ્યું છે. આ નાટકનું નામ છે બેબ્ઝ ઈન ધ વુડ્ઝ. નાટકનું નામ ભલે અંગ્રેજી હોય, પરંતુ તેની ભાષા હિન્દી છે, તો ભજવનારા કલાકારો અને ડિરેક્ટર ગુજરાતી છે. આ 'બેબ્ઝ ઈન ધી વુડ્ઝ' નાટકની પહેલી ખાસિયત છે.

આ પણ છે નાટકની ખાસિયત

આ નાટકની બીજી ખાસિયત એ છે કે 33 વર્ષમાં ઓલ ઈન્ડિયા યુથ ઓર્ગેનાઈઝેનની નેશનલ લેવલની કોમ્પિટિશનમાં પહોંચનારું અને જીતનારું આ ગુજરાતનું પહેલું નાટક છે. AIUની નેશનલ કોમ્પિટિશનમાં ચિરાગ મોદી દિગ્દર્શિત આ નાટકને ફર્સ્ટ પ્રાઈઝ મળી ચૂક્યુ છે.

નાટકનું એક દ્રશ્ય

તો બેંગ્લોરમાં યોજાતા બાપ્ટાઈઝર એવોર્ડમાં પણ નાટક ફર્સ્ટ રહ્યું છે. બાપ્ટાઈઝ એવોર્ડમાં નાટકના કલાકાર આશિષ રાજપૂતને બેસ્ટ એક્ટરનું ફર્સ્ટ પ્રાઈઝ મળ્યું હતું.

કોલેજથી કમર્શિયલ શોની સફર

ચિરાગ મોદીએ ડિરેક્ટ કરેલા આ નાટકની શરૂઆત કોલેજથી થઈ હતી. ચિરાગ મોદી જે. જી. કોલેજ ઓફ પર્ફોમિંગ આર્ટ્સમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કાર્યરત છે, તેમણે જે જીના સ્ટુડન્ટ્સ પાસે આ નાટક તૈયાર કરાવ્યું હતું. અને બે બે એવોર્ડ જીત્યા બાદ તેમણે નાટકને કમર્શિયલ પર્ફોમ કરવાનો નિર્ણય લીધો. ચિરાગ મોદીના કહેવા પ્રમાણે અત્યાર સુધી આ નાટકના કુલ 30 અને કમર્શિયલ 15 સક્સેસફુલ શોઝ થઈ ચૂક્યા છે.

કોણે લખ્યું છે નાટક ?

'બેબ્ઝ ઈન ધ વુડ્ઝ' મૂળ મરાઠી નાટક છે, જેને રમેશ પવારે લખ્યું છે અને હેમંત શિવલકરે તેનો હિન્દીમાં અનુવાદ કર્યો છે. નાટકના દિગ્દર્શક ચિરાગ મોદીએ તેને રિરાઈટ કરીને ડિરેક્ટ કર્યું છે.

આવી છે સ્ટોરી

ડિરેક્ટર ચિરાગ મોદી કહે છે કે આ નાટક ક્રિસમસથી ક્રિસમસ સુધી એક વર્ષની સફર છે. વાર્તા વણગાંવ નામના રેલવે સ્ટેશન પર ભીખ માગતા બાળકોની છે. જેમની સાન્તાક્લોઝ સાથે મુલાકાત થાય છે. અને તેઓ સાન્તાક્લોઝ પાસે કપડા અને ખોરાક માગે છે. સાન્તાક્લોઝ તેમને બીજા વર્ષે આવવાનો વાયદો કરે છે. પણ બીજા ક્રિસમસે જ્યારે સાન્તાક્લોઝ આવે છે તો તેને સ્ટેશન પર માત્ર એક છોકરી જ મળે છે. બાકીના બાળકો ક્યાં ગયા તે જાણવા માટે નાટક જોવું જરૂરી છે.

આ પણ વાંચોઃ ફોટોઝમાં જુઓ ટ્રાન્સમીડિયા એવોર્ડ્ઝની ઝલક, જાણો કોને મળ્યો કયો એવોર્ડ

ક્યાં જોઈ શક્શો? 

બેબ્ઝ ઈન ધ વુડ્ઝ અમદાવાદના ઓરોબરસ ધ આર્ટ હબમાં 17 માર્ચ એટલે કે આવતીકાલે ભજવાઈ રહ્યું છે. રાત્રે 9.30 વાગે નાટકનો શૉ શરૂ થશે.

 

gujarat news bollywood