અમેરિકાઃસરદાર, વિવેકાનંદ અને ગોડસે તખ્તા પર થશે જીવંત, ભજવાશે નાટક

17 April, 2019 03:28 PM IST  |  અમેરિકા

અમેરિકાઃસરદાર, વિવેકાનંદ અને ગોડસે તખ્તા પર થશે જીવંત, ભજવાશે નાટક

અમેરિકામાં ભજવાઈ રહ્યું છે 'સરદાર ધી આયર્નમેન'

અમેરિકામાં રહેતા ગુજરાતીઓ એક સાથે ત્રણ ત્રણ વ્યક્તિઓના જીવનચરિત્રને એક સાથે માણી શક્શે. અમેરિકાના જુદા જુદા વિસ્તારોમાં સરદાર, વિવેકાનંદ અને નથુરામ ગોડસેના જીવન પર આધારિત ત્રણ નાટકો એક સાથે ભજવાઈ રહ્યા છે.

ગુજરાતી એક્ટર ડિરેક્ટર સૌનક વ્યાસ પોતાની ટીમ સાથે અમેરિકામં સરદાર-ધી આયર્નમેન ઓફ ઈન્ડિયા, સ્વામી વિવેકાનંદ અને નથુરામ ગોડસેના જીવન પર આધારિત નાટક 'મેં દેશદ્રોહી નહીં હું' ભજવી રહ્યા છે. યુએસના વર્જિનિયા, ન્યૂયોર્કમાં આ નાટકના શો યોજાઈ ચૂક્યા છે. તો ન્યૂ જર્સી, સાઉથ કેરોલિના, નોર્થ કેરોલિના, ટેક્સાસ, હ્યુસ્ટન અને ડલાસમાં આગામી 2 મહિના સુધી આ નાટકો ભજવાશે. આ ત્રણેય નાટકો સૌનક વ્યાસ અને વિક્રમ પંચાલે લખ્યા છે. તો ત્રણેય નાટકોમાં લીડ રોલ સૌનક વ્યાસ ભજવી રહ્યા છે.

રસપ્રદ વાત એ છે કે સરદાર-ધી આયર્નમેન નાટક સાથે સૌનક વ્યાસ અને તેમન ટીમની આ બીજી યુએસ ટૂર છે. ભારતમાં આ બંને નાટકના 50-50 શોઝ થઈ ચૂક્યા છે. પહેલી ટૂર સફળ રહ્યા બાદ પબ્લિક ડિમાન્ડ પર તેઓ અમેરિકામાં શોઝ કરી રહ્યા છે. અને બીજી ખાસ વાત એ છે કે 'મેં દેશદ્રોહી નહીં હું' અમેરિકામાં જ ઓપન થઈ રહ્યું છે. અત્યાર સુધી સરદાર-ધી આયર્નમેન્ અને સ્વામી વિવેકાનંદના બે શોઝ થઈ ચૂક્યા છે. બંનેમાં ઓડિયન્સનો રિસ્પોન્સ શાનદાર રહ્યો છે.

united states of america news