An Evening with a taxi driver:પહેલીવાર ભજવાશે સ્ક્રીપ્ટ વગરનું નાટક !

29 April, 2019 04:18 PM IST  |  અમદાવાદ

An Evening with a taxi driver:પહેલીવાર ભજવાશે સ્ક્રીપ્ટ વગરનું નાટક !

એન ઈવનિંગ વીથ એ ટેક્સી ડ્રાઈવરનું પોસ્ટર

 હવે અભિનય બેન્કર એક્ટર સંજલ ગલસર સાથે મળીને એક નવો જ પ્રયોગ કરી રહ્યા છે. અભિનય બેન્કરનું નવું નાટક એન ઈવનિંગ વીથ અ ટેક્સી ડ્રાઈવર મંગળવારે અમદાવાદમાં ઓપન થવા જઈ રહ્યું છે.

અમદાવાદમાં યોજાઈ રહેલા અભિવ્યક્તિ આર્ટ ફેસ્ટિવલ દરમિયાન અભિનય બેન્કરનું નાટક ઓપન થશે. આ નાટકમાં શુભ આરંભ અને મસાજ ફેમ એક્ટર સંજય ગલસર લીડ રોલમાં છે. સંજલ ગલસરની સાથે નિકિતા શર્મા પણ લીડ રોલમાં છે. સંજય ગલસરના કહેવા પ્રમાણે આ નાટકની ખાસ વાત એ છે કે તેની કોઈ સ્ક્રીપ્ટ નથી. એટલે નાટકનો પ્લોટ ફિક્સ છે. આ નાટક એક ટેક્સી ડ્રાઈવર અને એક લેડી પેસેન્જરની વાર્તા છે. બંનેના જીવનમાં કોઈ મુશ્કેલી આવે છે. અને આ મુશ્કેલી શું હશે એ નાટકના શો વખતે જ નક્કી થશે.

અમદાવાદમાં આ નાટકના ત્રણ શૉ યોજાવા જઈ રહ્યા છે. બુધવારે 30 એપ્રિલે દિનેશ હોલ ખાતે નાટક ઓપન થશે. તો 4 મે અને 11 મે ના રોજ ભવન્સ ઓડિટોરિયમમાં નાટકના બીજા બે શો ભજવાશે. સંજય ગલસરનું કહેવું છે કે દરેક નાટક વખતે બંને પાત્રોની મુશ્કેલી જુદી જુદી હશે. એ જ આ નાટકને રસપ્રદ બનાવે છે.

ઉલ્લેખનીય છે કે સંજય ગલસર 'મસાજ', 'જાને વો કેસે લોગ' જેવા નાટકો અને શુભ આરંભ જેવી ગુજરાતી ફિલ્મ કરી ચૂક્યા છે. તો નિકિતા શર્મા પણ અભિનય બેન્કરના નાટક જાને વો કેસે લોગમાં કામ કરી ચૂકી છે. તો અમદાવાદીઓ તૈયાર થઈ જાવે ગુજરાતી રંગભૂમિનો એક નવો જ પ્રયત્ન જોવા અને અનુભવવા માટે.

gujarat entertaintment