ખુશી શાહનું નવરાત્રી સ્પેશ્યલ ગીત ‘જોરાડી જગદંબા’ મચાવે છે ધુમ

04 October, 2020 07:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ખુશી શાહનું નવરાત્રી સ્પેશ્યલ ગીત ‘જોરાડી જગદંબા’ મચાવે છે ધુમ

ખુશી શાહ અને ધ્રુવીન શાહ

કોરોના મહામારીને કારણે ગુજરાતીઓ અને ગરબા રસીયાઓ આ વખતે નવરાત્રીની રમઝટને નહી માણી શકે. ત્યારે ગુજરતીઓ ઘરે બેઠા ગરબાની રમઝટનો અનુભવ કરી શકે તે માટે અભિનેત્રી ખુશી શાહ (Khushi Shah) અને ધ્રુવીન શાહ (Dhruvin Shah)એ નવરાત્રી સ્પેશ્યલ આલબમની જાહેરાત કરી છે. આ આલબમનું પહેલું ગીત ‘જોરાડી જગદંબા’ રિલીઝ થઈ ગયું છે. જેને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે.

નવકાર પ્રોડક્શન્સ અને એ ટ્રી એન્ટરટેઈનમેન્ટ દ્વારા ખુશી શાહ અને ધ્રુવીન શાહના નવરાત્રી સ્પેશ્યલ આલબમ 2020નું પ્રથમ ગીત ‘જોરાડી જગદંબા’ હાલમાં રીલીઝ કરવામાં આવ્યું છે. આ ભક્તિપૂર્ણ સ્તુતિને પ્રતિભાશાળી ગાયક રાગ મહેતાએ ગાયુ છે. વીડીયોમાં પ્રસિધ્ધ કલાકારો ખુશી શાહ અને ધ્રુવીન શાહ ખુબ જ ભક્તિમય અવતારમાં જોવા મળે છે. આ મધુર સ્તુતિ બ્રહ્માંડની માતા માં જગદંબાને અર્પણ છે.

‘જોરાડી જગદંબા’ ગીતની વિશેષ વાત એ છે કે, તેનું શૂટિંગ ૫૫૮ વર્ષ જુની ઐતિહાસિક ધરોહર સ્થળ હઠિસિંગ હવેલી પર કરવામાં આવ્યું છે. ‘જોરાડી જગદંબા’નું દિગ્દર્શન ધ્રુવલ પટેલે કર્યું છે. સંગીત ઝલક પંડ્યાનું છે. જ્યારે શબ્દો ધનશ્યામ કવિના છે. ક્રિએટિવ ડિરેક્ટર તરીકે જીગર મુલાની, ડી.ઓ.પી. ધ્રુવાલ પટેલ અને વૈભવ વ્યાસ, સહયોગી નિર્માતા ધ્રુમિલ સોની છે.

તમને જણાવી દઈએ કે, નવરાત્રી સ્પેશ્યલ આલબમ 2020ના બીજા ગીત ‘આવી નવરાત્રી’નું ટિઝર પણ ટુંક સમયમાં રિલીઝ થશે.

entertainment news dhollywood news gujarati film