ટીચર ઓફ ધી યરના પ્રોફિટથી ગરીબ-અનાથ બાળકોના એજ્યુકેશન માટે થશે મદદ

16 September, 2019 02:17 PM IST  |  અમદાવાદ

ટીચર ઓફ ધી યરના પ્રોફિટથી ગરીબ-અનાથ બાળકોના એજ્યુકેશન માટે થશે મદદ

ટીચર ઓફ ધી યરનું એક દ્રશ્ય

સૌનક વ્યાસ અને આલીષા પ્રજાપતિની ફિલ્મ ટીચર ઓફ ધી યર શુક્રવારે થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે. દર્શકો અને ક્રિટીક્સ બંને ફિલ્મને વખાણી રહ્યા છે. ફિલ્મ થિયેટર્સમાં સારું પ્રદર્શન કરી રહી છે. ત્યારે ફિલ્મના મેકર્સ દ્વારા એક સરસ નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મના મેકર્સે ટીચર ઓફ ધ યરના પ્રોફિટનો એક હિસ્સો ગરીબ, અનાથ બાળકો અને ફાઈનાન્શિયલી કેપેબલ ન હોય તેવા બાળકોને અભ્યાસમાં મદદ માટે આપવામાં આવશે.

ફિલ્મના પ્રોડ્યુસર પાર્થ ટાંક આ વિશે માહિતી આપી હતી. પાર્થ ટાંક કહે છે કે,'અમે પણ સંઘર્ષ કરીને ભણ્યા છીએ. ભણતા હતા ત્યારે અમારી સ્થિતિ પણ સારી ન હતી. એટલે જરૂરિયાતમંદ બાળકો પણ સારી રીતે ભણી શકે તે માટે આ નિર્ણય લીધો છે. ફિલ્મ પણ શિક્ષણને લગતી જ છે, ત્યારે જો તેનાથી કોઈને શિક્ષણનો લાભ થતો હોય તો એ સારામાં સારી વાત છે.' ઉલ્લેખનીય છે કે ટીચર ઓફ ધી યરમાં સૌનક વ્યાસ અને આલીષા પ્રજાપતિ લીડ રોલમાં છે. ફિલ્મમાં શિક્ષણ પદ્ધતિ અંગે વાત કરવામાં આવી છે.

ફિલ્મ ટીચર ઓફ ધ યરની સ્ટોરી એકદમ હટકે છે. અત્યાર સુધી જે ફિલ્મો બની છે તે વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને બની છે. પરંતુ આ ફિલ્મ ટીચરને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે. ફિલ્મની સ્ટોરી અલગ છે સાથે તેની માવજત પણ ખૂબ જ સરસ છે. આ ફિલ્મ તમને તમારા જૂના દિવસોની ફરી યાદ અપાવશે. જો તમે એક તોફાની વિદ્યાર્થી હતા, તો આ ફિલ્મના કેટલાક પાત્રો સાથે તમે તમારી જાતને સાંકળી શકશો, અને તમને ફિલ્મ જોઈને તમારો ભૂતકાળ જરૂરથી યાદ આવી જશે.

આ પણ વાંચોઃ Alisha Prajapati: આ ગુજ્જુ ગર્લ થિયેટર આર્ટિસ્ટમાંથી બની ફિલ્મ સ્ટાર

આ ફિલ્મની સ્ટોરી વિક્રમ પંચાલ અને સૌનક વ્યાસે લખી છે. ફિલ્મને ડિરેક્ટ પણ સૌનક વ્યાસ અને વિક્રમ પંચાલે કરી છે. તો તમે પણ તમારા શિક્ષક અને પરિવાર સાથે જોઈ આવો આ સરસ મજાની ફિલ્મ!