Teacher of The Yearના નવા પોસ્ટરમાં આ અંદાજમાં દેખાયા સૌનક વ્યાસ

27 August, 2019 08:43 PM IST  |  અમદાવાદ

Teacher of The Yearના નવા પોસ્ટરમાં આ અંદાજમાં દેખાયા સૌનક વ્યાસ

સૌનક વ્યાસ અને આલીષા પ્રજાપતિની ફિલ્મ ટીચર ઓફ ધી યરનું નવું પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યુ છે. ફિલ્મના ટીઝર અને ટ્રેલરને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. ટીચર ઓફ ધી યરમાં સૌનક વ્યાસ સિલ્વર સ્ક્રીન પર એક નવા જ અંદાજમાં દેખાવાના છે, જેને કારણે આ ફિલ્મ પ્રત્યે લોકોને ઉત્સુક્તા છે. ત્યારે ટીચર ઓફ ધી યરના નવા પોસ્ટરમાં પણ કંઈક નવું જ જોવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ટીચર ઓફ ધી યર નામ પ્રમાણે આ એક સ્કૂલની, શિક્ષકની અને વિદ્યાર્થીઓની સ્ટોરી હશે. ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં આ પહેલા પણ આ વિષય પર ઢ અને બેક બેન્ચર જેવી ફિલ્મો બની ચૂકી છે. જો કે ટીચર ઓફ ધી યરના ટ્રેલર થોડું જુદું છે. ફિલ્મના નવા પોસ્ટરમાં પણ ટીચર સૌનક વ્યાસ પોતાના વિદ્યાર્થીઓ સાથે મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. આ પોસ્ટરમાં એક ક્લાસરૂમ બતાવાયો છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાની નોટબૂક્સ ફેંકી રહ્યા છે. જ્યારે સૌનક વ્યાસ એક બૂક ખોલીને વિદ્યાર્થીઓને પુસ્તકો તેમાં પેક કરવા કહી રહ્યા છે. જ્યારે આલીષા પ્રજાપતિ આ બધું જ ક્લાસરૂમના દરવાજે ઉભા ઉભા જોઈ રહ્યા છે.

સૌનક વ્યાસે ફિલ્મનું નવું પોસ્ટર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૅર કર્યું ચે. જેની સાથે તેમણે લખ્યું છે,'બંક મારવો હોય અને ટીચર જ સાથ આપે તો? હતા તમારા આવા કોઈ Cool-ગુરુ? અમારા તો આ રહ્યા. Presenting the 2nd Poster of *Teacher Of The Year*! અને હા, ગેરંટી છે ફિલ્મ જોયા પછી તમે અમારા Cool-ગુરુ ના ફેન બની જશો... ત્યાં સુધી Like & Share કરવાનું ભૂલતા નહિ ? #TeacherOfTheYear #ParthTankProduction #2ndPoster #GujaratiFilm #13thSept'

આ પણ વાંચોઃ આ ગુજરાતી કલાકારોએ નાના પડદાના પ્રાઈમ ટાઈમ પર કર્યું છે રાજ

ફિલ્મને વિક્રમ પંચાલ અને શૌનક વ્યાસે ડિરેક્ટર કરી છે. જ્યારે જયંતિભાઈ ટાંક અને પાર્થ જે. ટાંકે પ્રોડ્યૂસ કરી છે. સૌનક વ્યાસ પોતે તેમાં લીડ રોલ કરી રહ્યા છે. અને તેમની સામે આલીશા પ્રજાપતિ દેખાશે. ફિલ્મના લીડ રોલ માટે સૌનક વ્યાસ અને તેમના કૉ ડિરેક્ટર-રાઈટર વિક્રમ પંચાલે ખૂબ જ ચર્ચા કરી હતી, આખરે લીડ રોલમાં સૌનક વ્યાસને જ ફાઈનલ કરાયા. ફિલ્મમાં મેહૂલ બૂચ, રાગી જાની, નિસર્ગ ત્રિવેદી, અર્ચન ત્રિવેદી અને જીતેન્દ્ર ઠક્કર જેવા જાણીતા ચહેરા છે.

entertaintment gujarati film