Men's Grooming:ટ્રેન્ડમાં છે મૂછોની આ સ્ટાઈલ, ચહેરાને આપશે સ્ટાઈલિશ લૂક

05 July, 2019 06:43 PM IST  |  મુંબઈ

Men's Grooming:ટ્રેન્ડમાં છે મૂછોની આ સ્ટાઈલ, ચહેરાને આપશે સ્ટાઈલિશ લૂક

પુરુષોએ મૂછો રાખવી એ ખૂબ જૂની પરંપરા છે, કારણ કે પુરુષોની મૂછો એ તેમની આન, બાન અને શાન સાથે જોડવામાં આવે છે. એટલે જ મૂછો રાખવા એ પહેલાથી જ સ્ટાઈલમાં રહ્યા છે. પરંતુ પહેલાના સમયમાં મૂછો રાખવાની ફેશન લિમિટેડ હતી. ચાલો આજે તમને બતાવીએ કેટલીક મૂછોની સ્ટાઈલ, જે તમે ફોલો કરી શકો છે.

તમારી મૂછોને તમારી આન, બાન અને શાન સાથે જોડવામાં આવે છે. એટલે જ્યારે કોઈ ચેલેન્જ આપે છે કે પછી સાચા હોવાનો દાવો કરીને ખોટા સાબિત થાય ત્યારે મૂછ મૂંડી નાખવા જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. તમારે ફેસ પર તમારી દાઢી અને મૂછને પર્સનાલિટીનો મહત્વનો હિસ્સો માનવામાં આવે છે. એ સમય એવો પણ હતો જ્યારે લોકો ક્લીન શેવ રહેવાનું પસંદ કરતા હતા, પરંતુ આજકાલ દાઢી મૂછ રાખવી ફેશનમાં છે. કહી શકાય કે મૂછો એ સ્ટાઈલ આઈકન છે. આજકાલ મોટા ભાગના લોકો યુવા વિંગ કમાન્ડર અભિનંદન અને ફિલ્મ અભિનેતા રણવીરસિંહ જેવી મૂછો રાખવા ઈચ્ચે છે. જો તમે પણ મૂછ રાખવાના શોખીન હો તો આ આર્ટિકલ તમારા માટે જ છે. અમે તમને જણાવીશું ટ્રેન્ડી મૂછોની સ્ટાઈલ, જે તમને સ્ટાઈલિશ લૂક આપશે.

પેન્સિલ થિન મૂછો

જો તમારે પણ મૂછો રાખવી હો અને તમે તમારી રૂટિન મૂછ સ્ટાઈલ નથી રાખવા માગતા તો કંઈક નવું ટ્રાય કરો. જી હાં, પેન્સિલ થિન મૂછો આજકાલ ટ્રેન્ડમાં છે. મૂછની આ સ્ટાઈલમાં તમારા અપર લીપ પર બરાબર વચ્ચે તમારી મૂછોને લાંબો અને પાતળો શેપ આપવામાં આવે છે. અને મૂછને ઉપર નીચેની તરફ ક્લીન કરી દેવામાં આવે છે. પેન્સિલ થિન મૂછ તમારી પર્સનાલિટીને ગંભીર લૂક આપે છે.

હોર્સ શૂ મૂછો

હોર્સ શૂ મૂછો, આ સ્ટાઈલના નામથી તમને તેના વિશે થોડો ઘણો અંદાજ તો આવી જ ગયો હશે. લોકો તેને ઘોડાની નાળ તરીકે પણ ઓળખે છે. હોર્સ શૂ સ્ટાઈલ મૂછો U આકારમાં હોય છે. ફેસ પર આ સ્ટાઈલની મૂછો ઉંધા U જેવી હોય છે. હોર્સ શૂ સ્ટાઈલ મૂછમાં મોટા ભાગના લોકો દાઢી ક્લીન શેવ કરવાનું પસંદ કરે છે. તો કેટલાક લોકો તેમાં આછી દાઢી રાખે છે. તમે તમારી પસંદ પ્રમાણે કેવો લૂક રાખવો તે નક્કી કરી શકો છો.

રૉયલ બિયર્ડ લૂક

રૉયલ બિયર્ડ લૂક તમે દુબઈ અને રાઉદી અરબના અમીર શેખના ચહેરા પર ખાસ જોયો હશે. એક સમયે આ સ્ટાઈલ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પણ રાખી ચૂક્યા છે. આ પ્રકારની મૂછ ચીન સ્ટ્રીપ સાથે જોડાયેલી હોય છે એટલે કે મૂછો સાધારણ રીતે પાતળી અને લાંબી હોય છે અને દાઢીના નીચલા હોઠ નીચે પાતળી પટ્ટીની જેમ શરૂ થાય છે. ઘણા સેલેબ્સ આ સ્ટાઈલ ફોલો કરે છે.

આ પણ વાંચોઃ આ ગુજ્જુ ફિટનેસ ટ્રેનરના હોટેસ્ટ અને બોલ્ડ લૂક, જુઓ તસવીરો

શેવરૉન મૂછ

શેવરૉન મુછની સ્ટાઈલમાં મૂછ તમારા હોઠ અને ઉપરના હિસ્સાને કવર કરે છે. આ સ્ટાઈલ ખૂબ ઓછા લોકો પર સારી લાગે છે, પરંતુ આ સ્ટાઈલ તમને ખૂબ જ ઈમ્પ્રેસિવ અને ગંભીર ઈમેજ આપે છે. પરંતુ તમે મૂછની સ્ટાઈલને કેટલાક સમય માટે રાખીને બદલી શકો છો. તેનાથી તમે હંમેશા નવા લૂકમાં દેખાશો.

life and style