કંગનાની જેમ ગુજરાતી ફિલ્મોમાં પણ એક્ટર્સ કરી રહ્યા છે 'ડબલ રોલ'

25 January, 2019 06:24 PM IST  | 

કંગનાની જેમ ગુજરાતી ફિલ્મોમાં પણ એક્ટર્સ કરી રહ્યા છે 'ડબલ રોલ'

સૌનક વ્યાસ અને ચેતન ધાનાણીએ પોતાની ફિલ્મોમાં બિહાઈન્ડ કેમ પણ હાથ અજમાવ્યો છે

કંગના રનોતની ફિલ્મ મણિકર્ણિકાઃ ક્વીન ઓફ ઝાંસી આજે રિલીઝ થઈ છે. ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, જો કે એઝ યુઝવલ કંગના રનૌતની એક્ટિંગ વખણાઈ રહી છે. ફિલ્મની ખાસ વાત એ છે કે તેમાં લીડ રોલ કરવાની સાથે સાથે કંગનાએ ફિલ્મને ડિરેક્ટ પણ કરી છે. એટલે કે બિહાઈન્ડ ધી કેમેરા અને ફ્રન્ટ ઓફ ધી કેમેરા એમ કંગનાએ ફિલ્મમાં કામ કર્યું છે. જો કે ક્રિટિક્સે એઝ એન એક્ટર કંગનાને વખાણી છે, પરંતુ ડિરેક્ટર તરીકે કંગના રનૌત થોડા નબળા લાગી રહ્યા છે.

ફિલ્મમાં એક્ટિંગ કરવાની સાથે સાથે અન્ય પાસાઓ સાથે સંકળાયેલા લોકોની યાદી લાંબી છે. અને હવે આ ટ્રેન્ડ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કેટલીક એવી ફિલ્મો રિલીઝ થઈ છે કે થવાની છે જેમાં એક્ટર્સ બિહાઈન્ડ ધ કેમેરા પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

કેટલાક મહિનાઓ પહેલા રિલીઝ થયેલી ધ્રુવ ભટ્ટની નોવેલ તત્વમસિ પરથી બનેલી ફિલ્મ 'રેવા'માં ચેતન ધાનાણી કૉ રાઈટર હતા, તો ફિલ્મમાં લીડ રોલ પણ તેમણે જ કર્યો હતો. સાથે જ IMA GUJJUમાં પણ સની પંચોલીએ મલ્ટીટાસ્કિંગ કર્યું. આ ફિલ્મમાં સની પંચોલીએ એક્ટિંગ પણ કરી સાથે જ ફિલ્મ લખી અને ડિરેક્ટ પણ કરી હતી. તો અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'ટીચર ઓફ ધી યર'માં સૌનક વ્યાસ પણ કંઈક આવું જ કરી રહ્યા છે. આ ફિલ્મમાં સૌનક વ્યાસ લીડ રોલમાં છે. તો વિક્રમ પંચાલની સાથે સાથે તેમણે જ ફિલ્મને ડિરેક્ટ પણ કરી છે.

'ટીચર ઓફ ધી યર'ના એક સીનમાં સૌનક વ્યાસ

જો કે એક સાથે ફિલ્મના જુદા જુદા પાસાઓ સાથે સંકળાવું એ ખાવાના ખેલ નથી. એક્ટર ડિરેક્ટર સૌનક વ્યાસના મતે આ એક ખૂબ જ ટફ ટાસ્ક છે. કારણ કે બંને જોબ માટે રોજના લગભગ 16-17 કલાક કામ કરવું પડતું હતું. ડિરેક્ટર તરીકે પ્રિ પ્રોડક્શન કરવું, બધું જ બરાબર છે કે નહીં તે જોવું જરૂરી હતું, અને તૈયારી કર્યા બાદ એ જ એનર્જી સાથે સીન પણ કરવા પડતા હતા. સાથે જ સીન કરી લીધા પછી એક્ટરને બાજુ પર મૂકી ડિરેક્ટર તરીકે સીનને જજ કરવો આ બધું જ અઘરુ હોય છે.

રેવામાં લીડ રોલની સાથે કૉ રાઈટર હતા ચેતન ધાનાણી

તો રેવાના એક્ટર અને કૉ રાઈટર ચેતન ધાનાણીનું પણ આવું જ કહેવું છે. ચેતન ધાનાણી ફિલ્મ રેવા લખી પણ છે અને લીડ રોલમાં એક્ટિંગ પણ કરી છે. તેમનો અનુભવ પણ એવો છે કે એક સાથે બે ટાસ્ક કરવા અઘરા છે. જો કે ચેતન ધાનાણી આ મલ્ટી ટાસ્કિંગને એડવાન્ટેજ પણ ગણે છે. તેમનું કહેવું છે કે ફિલ્મ લખતી વખતે જ મને મારું પાત્ર ક્લિયર હતું. એટલે એક્ટિંગ કરતા સમયે હું તેને વધુ સારી રીતે પર્ફોમ કરી શકું છે.

 

આ પણ વાંચોઃસોનું નિગમે ગાયું ગુજરાતી ગીત 'પા પા પગલી'

સરવાળે કહીએ તો સિક્કાની બે બાજુની જેમ એક જ ફિલ્મમાં બે રીતે સંકળાવું એ નુક્સાનકારક પણ છે અને ફાયદો પણ કરાવે છે. ડિપેન્ડ છે કે ટાસ્ક કરનાર એક્ટર ડિરેક્ટર કે રાઈટર તેને કેવી રીતે નિભાવે છે.