Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોનું નિગમે ગાયું ગુજરાતી ગીત 'પા પા પગલી'

સોનું નિગમે ગાયું ગુજરાતી ગીત 'પા પા પગલી'

24 January, 2019 03:33 PM IST |

સોનું નિગમે ગાયું ગુજરાતી ગીત 'પા પા પગલી'

સોનું નિગમે ગાયું ગુજરાતી ગીત 'પા પા પગલી'


ગુજરાતી ફિલ્મો આજકાલ ધમાલ મચાવી રહી છે. ત્યારે બોલીવુડના કલાકારો પણ ગુજરાતી ફિલ્મો સાથે સંકળાઈ રહ્યા છે. અરિજીત સિંહ, વિશાલ દદલાણી બાદ હવે આ લિસ્ટમાં સિંગર સોનું નિગમનું નામ પણ જોડાઈ ચૂક્યુ છે. અપકમિંગ ગુજરાતી ફિલ્મ 'ચાલ જીવી લઈએ'માં સોનું નિગમે ગુજરાતી ગીત પર અવાજ અજમાવ્યો છે.

ગુજ્જુભાઈ ઉર્ફે સિદ્ધાર્થ રાંદેરિયા, યશ સોની અને આરોહીની આ ફિલ્મનું બીજું ગીત 'પા પા પગલી' રિલીઝ થઈ ચૂક્યુ છે. ગીતમાં પિતા-પુત્રના લાગણીભીના સંબંધો દર્શાવાયા છે. આ ગીત સાંભળીને તમને પણ તમારા પિતા સાથેની કેટલીક મહત્વની પળો જરૂર તાજી થઈ જશે. સચિન જીગરનું મ્યુઝિક ફરી એકવાર દિલના તાર ઝણઝણાવી રહ્યું છે. નીચે ક્લિક કરીને સાંભળો ગીત




 ઉલ્લેખનીય છે કે ફિલ્મનું પહેલું રોમેન્ટિક સોંગ 'ચાંદને કહો' પણ કેટલાક દિવસો પહેલા જ રિલીઝ થયું હતું. 2019ના આ પહેલા ગુજરાતી રોમેન્ટિક ગીતને યુ ટ્યુબ પર જબરજસ્ત વ્યુઝ મળ્યા છે. તો યંગસ્ટર્સને પણ આ ગીત પસંદ આવ્યું હતું. ફિલ્મના બીજું સોંગ પા પા પગલીમાં પણ સચિન જીગરનું મ્યુઝિક છે, તો ગીતના શબ્દો નિરેન ભટ્ટે લખ્યા છે. અત્યાર સુધીના દરેક ગીતની જેમ આ વખતે પણ નિરેન ભટ્ટ શબ્દો દ્વારા જલસો કરાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ કિંજલ દવે હવે ગાઈ શકશે 'ચાર ચાર બંગડીવાળી ગાડી


કોકોનટ મોશન પિક્ચર્સના બેનર તળે બનેલી આ ફિલ્મને રશ્મિન મજીઠિયાએ પ્રોડ્યુસ કરી છે. તો ફિલ્મને વિપુલ મહેતા ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મની વાર્તા પણ વિપુલ મહેતાએ લખી છે. તો સ્ક્રીન પ્લે અને ડાયલોગ્સમાં તેમને જૈનેશ ઈજારદારનો સાથ મળ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

24 January, 2019 03:33 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK