કચ્છની 'રિબૂટીંગ મહાત્મા' શૉર્ટ ફિલ્મ આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર્શાવાશે

13 April, 2019 12:30 PM IST  | 

કચ્છની 'રિબૂટીંગ મહાત્મા' શૉર્ટ ફિલ્મ આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર્શાવાશે

કચ્છની છે 'રિબૂટીંગ મહાત્મા' શૉર્ટ ફિલ્મ

કચ્છ છેલ્લા ઘણા સમયથી સિનેમા ક્ષેત્રે વિકાસ પામી રહ્યું છે. કચ્છે ફિલ્મ જગતે પોતાના તરફ આકર્ષી છે એટલુ જ નહી કચ્છના કલાકારોએ પણ પોતાની તરફ બધાનું ધ્યાન આકર્ષ્યુ છે. કચ્છમાં તૈયાર થયેલી શૉર્ટ ફિલ્મ 'રિબૂટિંગ મહાત્મા'ને મહાત્માના આદર્શો પર બનેલી શૉર્ટ ફિલ્મોની કેટેગરીમાં પસંદ કરવામાં આવી છે. આ શૉર્ટ ફિલ્મ કચ્છ યુનિવર્સિટીનાં ડિપાર્ટમેન્ટ ઑફ મેનેજમેન્ટનાં પ્રોફેસર ડૉ. કનિષ્ક શાહ અને તેમની ટીમ દ્વારા બનાવવામાં આવી છે.

આ શૉર્ટ ફિલ્મને ઓગસ્ટ 2018 માં 4500+ એટેન્ડિ સાથે ન્યૂ જર્સીમાં પ્રથમ આવૃત્તિની એક મોટી સફળતા પછી, કેલિફોર્નિયાના લોસ એંજલસમાં બીજું વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાત ફિલ્મ ફેસ્ટિવલ (આઇજીએફએફ) યોજાશે જેમાં 'રિબૂટીંગ મહાત્મા' શૉર્ટ ફિલ્મને લોસ એંજલસ અને ન્યૂ જર્સીમાં અનુક્રમે 7,8,9 જૂન અને 15, 16 જૂનનાં યોજાઈ રહેલા વાડીલાલ આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે. આ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં ડાયરેક્ટર ઉમેશ શુક્લા સાથે જય વસાવડા, ગોપી દેસાઈ અને સૌમ્ય જોશી જ્યુરી તરીકે સેવા આપશે.

 

આ પણ વાંચો: કચ્છ- ભુજ : ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમની એક ઝલક, જુઓ તસવીરો

 

આ શૉર્ટ ફિલ્મ ડૉ. કનિષ્ક શાહે ન માત્ર લખી છે તેનુ ડિરેક્શન અને સંવાદનું પણ કામ કર્યું છે.સમગ્ર કચ્છ અને ગુજરાતને ગૌરવ અપાવતી શૉર્ટ ફિલ્મ- 'રિબૂટીંગ મહાત્મા' વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલવામાં આવશે ત્યારબાદ ટૂંક સમયમાં દર્શકો ડિજિટલ પ્લેટફોર્મ પર પણ માણી શકશે. આ શૉર્ટ ફિલ્મમાં અભિનય ડૉ. કનિષ્ક શાહ અને રિષિ જોષી, મ્યુઝિક સાહિલ ઉમરાણીયા દ્વારા, ગ્રાફિક્સ રાજ દ્વારા આપવામાં આવેલું છે. હાર્દિક સોલંકીનાં સહયોગથી આ શૉર્ટ ફિલ્મને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવામાં એમબીએ (કચ્છ યુનિ.)નાં વિદ્યાર્થીઓ એલેક્ઝાન્ડર અફગાન, અક્ષય ઠાકોર,સદામ મોરૈયા, રોહિત બારૂપર, જય ખિસતરીયા, જગદીશ સોલંકીએ મહત્વનું યોગદાન આપ્યું છે.