કચ્છ- ભુજ : ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમની એક ઝલક, જુઓ તસવીરો

Updated: Apr 13, 2019, 13:00 IST | Shilpa Bhanushali
 • અહીં રણથી લઈને રબારી હસ્ત કળા, આરી હસ્તકળા, એમ્બ્રોઈડરી, ફોસિલ્સ, માટીના વાસણો, મેટલના વાસણોથી લઈને કચ્છની દરેક વિશિષ્ટતા આ એક જ સ્થળે જોવા મળી જશે. તેની સાથે જ જો તમને પુસ્તકોમાં રસ પડતો હોય તો અહીં કચ્છ તેમજ કચ્છીઓનો પરિચય કરાવતું પુસ્તકાલય પણ છે. જો તમારે પીએચડી કરવા માટે કચ્છ વિશેના જૂના પુસ્તકોની જરૂર છે તો અન્ય ક્યાંય શોધખોળ કરવા જવાની જરૂર નથી એ પણ તમને અહીં જ મળી જશે. 

  અહીં રણથી લઈને રબારી હસ્ત કળા, આરી હસ્તકળા, એમ્બ્રોઈડરી, ફોસિલ્સ, માટીના વાસણો, મેટલના વાસણોથી લઈને કચ્છની દરેક વિશિષ્ટતા આ એક જ સ્થળે જોવા મળી જશે. તેની સાથે જ જો તમને પુસ્તકોમાં રસ પડતો હોય તો અહીં કચ્છ તેમજ કચ્છીઓનો પરિચય કરાવતું પુસ્તકાલય પણ છે. જો તમારે પીએચડી કરવા માટે કચ્છ વિશેના જૂના પુસ્તકોની જરૂર છે તો અન્ય ક્યાંય શોધખોળ કરવા જવાની જરૂર નથી એ પણ તમને અહીં જ મળી જશે. 

  1/8
 • કચ્છની હરતી ફરતી યુનિવર્સિટી તરીકે જાણીતાં રામસિંહજી રાઠોડે પોતે સંગ્રહ કરેલ આ અમૂલ્ય વારસો એટલે ભારતીય સંસ્કૃતિ દર્શન. આ મ્યુઝિયમના નિર્માણ પાછળ માત્ર એક વ્યક્તિની મહેનત છે, રામસિંહજી રાઠોડ. રામસિંહજી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કાર્યરત હતાં ત્યારે જ તેમણે એક સ્વપ્ન સેવ્યું હતું કે કચ્છની સમગ્ર સંસ્કૃતિની ઝાંખી એક જ સ્થળે થાય. આ સ્વપ્ન સાકાર થતું દેખાય છે ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમમાં, અહીં ગાગરમાં સાગર સમાય તેવી અનુભૂતિ થાય છે. 

  કચ્છની હરતી ફરતી યુનિવર્સિટી તરીકે જાણીતાં રામસિંહજી રાઠોડે પોતે સંગ્રહ કરેલ આ અમૂલ્ય વારસો એટલે ભારતીય સંસ્કૃતિ દર્શન. આ મ્યુઝિયમના નિર્માણ પાછળ માત્ર એક વ્યક્તિની મહેનત છે, રામસિંહજી રાઠોડ. રામસિંહજી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કાર્યરત હતાં ત્યારે જ તેમણે એક સ્વપ્ન સેવ્યું હતું કે કચ્છની સમગ્ર સંસ્કૃતિની ઝાંખી એક જ સ્થળે થાય. આ સ્વપ્ન સાકાર થતું દેખાય છે ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમમાં, અહીં ગાગરમાં સાગર સમાય તેવી અનુભૂતિ થાય છે. 

  2/8
 • 1980માં રામસિંહજી રાઠોડે આ મ્યુઝિયમની સ્તાપના કરી હતી અને આજે જોતાં પણ તે યથાવત જોવા મળે છે. 

  1980માં રામસિંહજી રાઠોડે આ મ્યુઝિયમની સ્તાપના કરી હતી અને આજે જોતાં પણ તે યથાવત જોવા મળે છે. 

  3/8
 • આ મ્યુઝિયમની સ્થાપના 1980માં થઈ અને છેલ્લા કેટલાય વર્ષોથી અહીં આ મ્યુઝિયમમાં ક્યુરેટરની ફરજ બજાવતાં નીતાબહેન જોષી આ મ્યુઝિયમની તેમજ અહીં સંગ્રહાયેલ વસ્તુઓની કાળજી રાખે છે. આ મ્યુઝિયમને RR trustને નામે પણ લોકો ઓળખે છે. તેમજ ફોક આર્ટ મ્યુઝિયમ તરીકે પણ ઓળખાતાં આ મ્યુઝિયમે લોકો આવે છે. 

  આ મ્યુઝિયમની સ્થાપના 1980માં થઈ અને છેલ્લા કેટલાય વર્ષોથી અહીં આ મ્યુઝિયમમાં ક્યુરેટરની ફરજ બજાવતાં નીતાબહેન જોષી આ મ્યુઝિયમની તેમજ અહીં સંગ્રહાયેલ વસ્તુઓની કાળજી રાખે છે. આ મ્યુઝિયમને RR trustને નામે પણ લોકો ઓળખે છે. તેમજ ફોક આર્ટ મ્યુઝિયમ તરીકે પણ ઓળખાતાં આ મ્યુઝિયમે લોકો આવે છે. 

  4/8
 • અહીં તમને તુલસી પરબ જોવા મળશે. જે અહીં કરવામાં આવતા તુલસીપૂજનનું મહત્વ દર્શાવે છે. તેની સાથે જ આ સ્થાનને પરબ કહેવામાં આવે છે એટલે કે આ સ્થાન પાણી પૂરું પાડે છે. જ્યાં પાણીની અછત હોવા છતાં તરસ્યાને પાણી પાવું એ મુખ્ય ધર્મ માનવામાં આવે છે. 

  અહીં તમને તુલસી પરબ જોવા મળશે. જે અહીં કરવામાં આવતા તુલસીપૂજનનું મહત્વ દર્શાવે છે. તેની સાથે જ આ સ્થાનને પરબ કહેવામાં આવે છે એટલે કે આ સ્થાન પાણી પૂરું પાડે છે. જ્યાં પાણીની અછત હોવા છતાં તરસ્યાને પાણી પાવું એ મુખ્ય ધર્મ માનવામાં આવે છે. 

  5/8
 • અહીં તમને કચ્છી ભરતકામના પણ વિવિધ નમૂના જોવા મળશે. કચ્છમાં જુદા જુદા તાલુકા છે અને તે દરેક તાલુકામાં બોલી તેમજ રહેણીકરણી બદલાય છે અને તેને લીધે જ ત્યાંની કળાકસબીમાં પણ તફાવત જોવા મળે છે અને તેને લીધે જ અહીંના ભરતકામમાં પણ વિવિધતા જોવા મળે છે અને તેના અનેક નમૂના અહીં મૂકાયા છે.  

  અહીં તમને કચ્છી ભરતકામના પણ વિવિધ નમૂના જોવા મળશે. કચ્છમાં જુદા જુદા તાલુકા છે અને તે દરેક તાલુકામાં બોલી તેમજ રહેણીકરણી બદલાય છે અને તેને લીધે જ ત્યાંની કળાકસબીમાં પણ તફાવત જોવા મળે છે અને તેને લીધે જ અહીંના ભરતકામમાં પણ વિવિધતા જોવા મળે છે અને તેના અનેક નમૂના અહીં મૂકાયા છે.  

  6/8
 • રામસિંહજીએ આ સંગ્રહાલય માટે સ્વપ્ન જોયું અને તેની માટે પોતાનાથી શક્ય તેટલી મહેનત અને પરિશ્રમ કર્યો તે જ વારસો તેમણે પોતાના પરિવારજનોને પણ આપ્યો છે અને તેમના વારસદારો મીનાક્ષીબેન તથા ભારતેન્દુ પરમારનો પણ આ મ્યુઝિયમમાં અમૂલ્ય ફાળો છે. 

  રામસિંહજીએ આ સંગ્રહાલય માટે સ્વપ્ન જોયું અને તેની માટે પોતાનાથી શક્ય તેટલી મહેનત અને પરિશ્રમ કર્યો તે જ વારસો તેમણે પોતાના પરિવારજનોને પણ આપ્યો છે અને તેમના વારસદારો મીનાક્ષીબેન તથા ભારતેન્દુ પરમારનો પણ આ મ્યુઝિયમમાં અમૂલ્ય ફાળો છે. 

  7/8
 • "ભારત પર્ચ્છમ અચ્છો કચ્છ" આ સંબોધન શ્રી ઉમાશંકર જોષીએ કચ્છમાં આવેલ ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ માટે વાપર્યું હતું. એકવાર આવો અને નિહાળો અહીંના કણ કણમાં કચ્છ....

  "ભારત પર્ચ્છમ અચ્છો કચ્છ" આ સંબોધન શ્રી ઉમાશંકર જોષીએ કચ્છમાં આવેલ ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ માટે વાપર્યું હતું. એકવાર આવો અને નિહાળો અહીંના કણ કણમાં કચ્છ....

  8/8
 • loading...

ફોટોઝ વિશે

કચ્છ ભૂજમાં આવેલું ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ માત્ર કચ્છ અને ગુજરાતના લોકોને જ નહીં પણ તેની સાથે જ ફોરેનર્સને પણ એટલું આકર્ષક લાગે છે. તેના આમ તો ઘણા બધાં કારણો છે પણ મુખ્ય કારણ જોઈએ તો એ છે અહીં આ નાનકડા મ્યુઝિયમમાં એકલું કચ્છ નહીં પણ જાણે આખા ભારતની સંસ્કૃતિની ઝાંખી થાય છે. એક તરફ તમે આખું કચ્છ ફરો અને બીજી બાજુ તમે આ મ્યુઝિયમ જુઓ તો અહીં તમને એક જ સ્થળે આખાય કચ્છના દર્શન થઈ જાય. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK