પોલીસની સંવેદના દર્શાવતી ફિલ્મ 'વિજયપથ' 2 ઓગસ્ટે થશે રિલીઝ

31 July, 2019 10:47 AM IST  |  અમદાવાદ

પોલીસની સંવેદના દર્શાવતી ફિલ્મ 'વિજયપથ' 2 ઓગસ્ટે થશે રિલીઝ

અર્બન ગુજરાતી ફિલ્મોનો દોર ચાલી રહ્યો છે. અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ જુદા જુદા પ્રયોગો કરી રહી છે. તાજેતરમાં જ પહેલી ગુજરાતી વન શોટ ફિલ્મ '47 ધનસુખ ભવન' રિલીઝ થઈ છે. ત્યારે ટૂંક સમયમાં હવે વધુ એક એક્શન ફિલ્મ વિજયપથ ઓગસ્ટ મહિનામાં રિલીઝ થવા જઈ રહી છે.

બોલીવુડમાં પોલીસને કેન્દ્રમાં રાખતી અનેક ફિલ્મો બની છે. ત્યારે હવે ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં પણ આવી જ એક ફિલ્મ બની રહી છે. આ ફિલ્મમાં પોલીસ કર્મચારીઓની સંવેદના અને લાગણી દર્શાવવામાં આવશે. ફિલ્મમાં પ્રતીશ વૉરા અને ચેતન દૈયા જેવા જણીતા કલાકારો છે. ફિલ્મમાં ગુજરાત પોલીસ પર આધારિત વાર્તા છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે એક્શન દ્રશ્યો. જેને કારણે આ ફિલ્મ દર્શકોને ગમી શકે છે.

ફિલ્મમાં લીડ રોલ પ્રતીશ વૉરા ભજવી રહ્યા છે. તેઓ વિજય નામના પોલીસ ઈન્સ્પેક્ટરનો રોલ પ્લે કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રતીશ વૉરા જુદી જુદી હિંદી અને ગુજરાતી સિરિયલ્સમાં જોવા મળ્યા છે. તો આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં 'કરસનદાસ પે એન્ડ યુઝ' ફેમ ચેતન દૈયા જોવા મળશે. આ ઉપરાંત જાણીતા થિયેટર આર્ટિસ્ટ પ્રભાકર શુક્લા પણ અહીં મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે નિરાલી જોશી અને જાણીતા મોડેલ ઉર્વશી સોલંકી પણ દેખાશે. અહીં એક તડકભડક આઈટમસોન્ગ લઈને આવી રહ્યા છે જે ફિલ્મનું મુખ્ય આકર્ષણ બની રહેશે.

આ ફિલ્મની સ્ટોરી જયેશ ત્રિવેદીએ લખી છે, અને ડિરેક્ટ પણ તેમણે જ કરી છે. શૈલેષ શાહે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ બીજી ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે જયેશ ત્રિવેદી અને શૈલેષ શાહની આ જોડી આ પહેલા પણ અલગ જ વિષય સાથેની ‘બાવરી’ નામની એક ખૂબ જ સુંદર ફિલ્મ આપી ચૂકી છે. તાજેતરમાં જ અમદાવાદમાં પોલીસ પર આધારિત આ ફિલ્મનું પોલીસ જવાનો માટે સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું.

gujarati film entertaintment