આજે ઓપન થાય છે ગુજરાતી નાટક બ્લફમાસ્ટર ગુજ્જુભાઈ

15 September, 2019 10:35 AM IST  |  મુંબઈ

આજે ઓપન થાય છે ગુજરાતી નાટક બ્લફમાસ્ટર ગુજ્જુભાઈ

બ્લફમાસ્ટર ગુજ્જુભાઈ

સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન નિર્મિત, પ્રવીણ સોલંકી લિખિત અને સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત-દિગ્દર્શિત ‘બ્લફમાસ્ટર ગુજ્જુભાઈ’ના મુખ્ય કલાકારોમાં સિદ્ધાર્થ રાંદેરિયા ઉપરાંત તેજલ વ્યાસ, હરેશ પંચાલ, જિતેન્દ્ર સુમરા, જ્યુથિકા શાહ, રિદ્ધિ વોરા અને જય દેસાઈ છે. નાટકના લેખક પ્રવીણ સોલંકી કહે છે, ‘ગુજ્જુભાઈ સિરીઝ માટે આમ તો કોઈને કશું કહેવાની જરૂર નથી છતાં જો એક લાઇનમાં મારે કંઈ કહેવાનું હોય તો કહીશ કે ગુજ્જુભાઈ સિરીઝનાં નાટકો એટલે હન્ડ્રેડ પર્સન્ટ પૈસા વસૂલ જ નહીં, પણ સમય પણ વસૂલી દે એવાં નાટકો. આ નાટક પણ એવું જ છે.’

તમે ઘરમાં હો અને અચાનક જ તમારા ઘરમાં એક અજાણી પણ અત્યંત સૌંદર્યવાન યુવતી ઘરમાં ઘૂસી જાય અને ઘરમાં ઘૂસીને એ તમને લિપ-ટુ-લિપ કિસ કરે તો? આ વાંચીને જ મનમાં ફટાકડા ફૂટવા માંડે અને હૈયામાં મગની દાળનો શિરો મઘમઘવા માંડે પણ ધારો કે એવું બને અને એ જ સમયે તમારી વાઇફ પણ આવી જાય અને એ તમને આ અવસ્થામાં જોઈ જાય તો? આવું જ બને છે અને આવું બનવાની સાથે ગુજ્જુભાઈના જીવનમાં ટૉર્નેડો પસાર થઈ જાય છે. દેખીતી રીતે સરળ અને સહજ લાગતી આ આખી ઘટના એક તબક્કે એવડી મોટી થઈ જાય છે કે દેશઆખાની નજર ગુજ્જુભાઈ પર આવી જાય છે. નાટકના લીડસ્ટાર અને દિગ્દર્શક સિદ્ધાર્થ રાંદેરિયા કહે છે, ‘ગુજ્જુભાઈ એવી મોટી ફ્રૅન્ચાઇઝી બની ગઈ છે કે હવે એનું નામ પડે ત્યાં જ ઑડિયન્સનું એક્સપેક્ટેશન અનેકગણું વધી જાય. આ જે અપેક્ષા છે એ જવાબદારી પણ આપે છે અને સાથોસાથ થોડું ટેન્શન પણ કરાવે. જોકે ‘બ્લફમાસ્ટર ગુજ્જુભાઈ’ રેડી થઈ ગયા પછી હવે હળવાશ છે. નાટક સર્વગુણ સંપન્ન બન્યું છે.’

આ પણ વાંચો : આજે ઓપન થાય છે બબૂચક met બબીતા

‘બ્લફમાસ્ટર ગુજ્જુભાઈ’નો શુભારંભ આજે બપોરે સાડાત્રણ વાગ્યે નેહરુ ઑડિટોરિયમથી થશે. નાટકનો બીજો શો સાડાસાત વાગ્યે નેહરુમાં જ આજે છે.

siddharth randeria gujarati film