Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આજે ઓપન થાય છે બબૂચક met બબીતા

આજે ઓપન થાય છે બબૂચક met બબીતા

15 September, 2019 10:30 AM IST | મુંબઈ

આજે ઓપન થાય છે બબૂચક met બબીતા

‘બબૂચક met બબીતા’

‘બબૂચક met બબીતા’


સુશીલા શાહ આવટે અને મલ્લિકા શાહ-આવટે નિર્મિત, નિમેષ શાહ લિખિત અને અરવિંદ વૈદ્ય દિગ્દર્શિત દેવીન્દ્રા આર્ટ્સનું નવું નાટક ‘બબૂચક met બબીતા’ના મુખ્ય કલાકારોમાં અરવિંદ વૈદ્ય, વિનાયક કેતકર, મનીષા વોરા, મલ્લિકા શાહ અને નિમેષ શાહ છે. નાટકના દિગ્દર્શક અરવિંદ વૈદ્ય કહે છે, ‘નાટકમાં દરેક ઘરની વાત છે, દરેક ઘરના પ્રશ્નને સમાવવામાં આવ્યો છે, પણ એ કહેવાની વાત એકદમ હળવાશથી ભરેલી છે.’

પતિ-પત્નીના સંબંધોની મીઠાશથી માંડીને એ બન્ને વચ્ચેના મતભેદ અને મતભેદમાંથી મનભેદની દિશામાં આગળ વધવા માંડતા સંબંધોની વાતને ‘બબૂચક મેટ બબીતા’માં દર્શાવવામાં આવી છે. નાટકના લેખક નિમેષ શાહ કહે છે, ‘જગતનો કોઈ સંબંધ એવો નથી જેમાં મનદુઃખ ન થાય, પણ મનદુઃખને તમે કેટલું મહત્વ આપો છો અને તમારા સંબંધોને તમે કેટલું પ્રાધાન્ય આપો છો એ પણ ખૂબ મહત્ત્વનું છે. વ્યક્તિ હંમેશાં મહત્વની હોવી જોઈએ, પણ આપણે આ વાત ક્યાંક ને ક્યાંક ભૂલી જઈએ છીએ. ‘બબૂચક મેટ બબીતા’માં આ વાતને અમે ઉપરની સપાટી પર લાવ્યા છીએ. બને કે કોઈ એક સમયે ગમતી વ્યક્તિએ તમારી ઇચ્છા વિરુદ્ધ વર્તવું પડે પણ એનો મતલબ એવો નથી થતો કે એ વ્યક્તિ ખરાબ થઈ ગઈ છે.’



‘બબૂચક met બબીતા’નો શુભારંભ આજે રાતે ૯ વાગ્યે પ્રબોધન ઠાકરે ઑડિટોરિયમથી થશે.


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2019 10:30 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK