ભાઇ-ભાઇ ફેમ અરવિંદ વેગડાનું હિન્દી સોંગ “નઝર નઝર” થયું લોકપ્રિય

04 March, 2019 06:25 PM IST  | 

ભાઇ-ભાઇ ફેમ અરવિંદ વેગડાનું હિન્દી સોંગ “નઝર નઝર” થયું લોકપ્રિય

નઝર નઝર

ભાઇ-ભાઇ ગુજરાતી સોંગથી જાણીતા બનેલા ગુજરાતના સિંગર અરવિંગ વેગડા ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. પરંતુ આ વખતે ગુજરાતી નહીં પણ હિન્દી સોંગને લઇને લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અરવિંગ વેગડાએ હિન્દીમાં ગાયેલું નવું “નઝર નઝર” સોંગ હાલ લાખો લોકોને પસંદ આવી રહ્યું છે અને યુટ્યુબ પર આ “નઝર નઝર” સોંગને 10 લાખથી પણ વધુ Views મળ્યા છે. ગુજરાતી યુથના હૈયે વસતાં લોકલાડીલા ગાયક અરવિંદ વેગડા જે માત્ર ગુજરાતી જ નહીં પણ સાથે સાથે હિન્દી ગીતોથી પણ લોકપ્રિય થઈ રહ્યા છે.

અરવિંદ વેગડા ગુજરાતી તરીકે અને તેનાથી પણ વધુ ગુજરાતી ગાયક તરીકે તો આપણને ગર્વ અપાવે જ છે પણ હવે તો તેમના હિન્દી ગીતો પણ લોક હ્રદયે ધૂમ મચાવી રહ્યા છે.

આ પણ વાંચો : ટૂંક સમયમાં આવશે ગુજ્જુભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મ, સિદ્ધાર્થ રાંદેરિયાએ કરી જાહેરાત

તાજેતરમાં રિલીઝ થયેલ ગીત નઝર નઝરને લોકોએ ખૂબ જ વધાવ્યું છે અને તેના પુરાવા મળે છે તેને મળેલા Views પરથી. જેણે 10 લાખનો આંકડો પાર કરી લીધો છે. આ ગીત અન્ય કોઈ નહીં પણ આપણા લાડીલા ગાયક અરવિંદ વેગડાએ ગાયું છે. મળતી માહિતી પ્રમાણે અરવિંદ વેગડા ઘણા હિન્દી સોંગ પર કામ કરી રહ્યા છે અને આવનારા સમયમાં તેને રીલીઝ કરવામાં આવશે.

gujarat youtube