દીક્ષા જોશી-હેમાંગ શાહે 'ચાર ચાર બંગડીવાળી...' ગીત પર કર્યો ડાન્સ

11 September, 2019 03:07 PM IST  |  અમદાવાદ

દીક્ષા જોશી-હેમાંગ શાહે 'ચાર ચાર બંગડીવાળી...' ગીત પર કર્યો ડાન્સ

વીડિયોનો સ્ક્રીન શોટ

કિંજલ દવેના ગીત 'ચાર ચાર બંગડીવાળી ગાડી...'એ ગુજરાત જ નહીં વિદેશમાં પણ ધૂમ મચાવી હતી. આ ગીતે સિંગર કિંજલ દવેને સેલિબ્રિટી બનાવી દીધી. આ ગીત પર હજી પણ ગુજરાતીઓ નાચવા લાગે છે. નવરાત્રિ હોય કે વરઘોડો ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતનું સ્પેશિયલ ડિમાન્ડ થાય છે. ત્યારે આપણા ગુજરાતી સેલિબ્રિટીઝ પણ આ ગીતના રંગે રંગાયા છે. અભિનેત્રી દીક્ષા જોષી અને હેમાંગ શાહનો આ ગીત પર ડાન્સ કરતો વીડિયો વાઈરલ થયો છે.

આ વીડિયોમાં હેમાંગ શાહ અને દીક્ષા જોષી કિંજલ દવેના ફેમસ ગીત 'ચાર ચાર બંગડીવાળી ગાડી' પર ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. નીચે ક્લિક કરીને જોઈ લો વીડિયો.

વીડિયોમાં ખુરશીમાં બેઠેલા હેમાંગને દીક્ષા ડાન્સ કરવા માટે કહી રહી છે. પણ હેમાંગ ગુસ્સે છે અને ડાન્સ કરવા નથી માગતો. જો કે વીડિયો પૂરો થતા પહેલા છેલ્લે તે બંને સાથે ડાન્સ કરવા લાગે છે. વીડિયો જોઈને તમને પણ આ બંને સ્ટાર્સની જેમ નાચવાની ઈચ્છા થઈ જશે. ચાર ચાર બંગડીવાળી ગીત પર ડાન્સ કરતા દીક્ષા જોષી ખૂબ જ ક્યુટ લાગી રહ્યા છે. આ નાનકડા વીડિયોમાં પણ હેમાંગ શાહની એક્ટિંગ જોરદાર છે.

આ પણ વાંચોઃ Shikha Talsania: પિતાના પગલે ચાલી રહી છે ટીકુ તલસાણિયાની પુત્રી, જુઓ ફોટોઝ 

ઉલ્લેખનીય છે કે આ વીડિયો દીક્ષા જોષીએ 2017માં પોસ્ટ કર્યો હતો. જેને હેમાંગે થ્રોબેક મેમરી તરીકે ફેસબુક પર રિશૅર કર્યો છે. આ વીડિયો 'કરસનદાસ પે એન્ડ યુઝ'ના શૂટિંગ દરમિયાનનો છે. જ્યારે ઓફ કેમેરા બંને મસ્તી કરી રહ્યા છે. ફિલ્મ કરસનદાસ પે એન્ડ યુઝમાં હેમાંગ શાહ અને દીક્ષા જોષીની સાથે સાથે મયુર ચૌહાણ, ચેતન દૈયા લીડ રોલમાં હતાં. 

Deeksha Joshi gujarati film Mayur Chauhan bollywood entertaintment