બહુ ના વિચાર સુપરહિટ પ્રથમ બે દિવસનું કલેક્શન 91.6 ટકા

05 May, 2019 09:00 AM IST  |  મુંબઈ

બહુ ના વિચાર સુપરહિટ પ્રથમ બે દિવસનું કલેક્શન 91.6 ટકા

બહુ ના વિચાર

ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત છ સ્ટેટમાં શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ ‘બહુ ના વિચાર’એ પ્રથમ બે દિવસમાં ૯૧.૬ ટકા કલેક્શન સાથે બૉક્સ-ઑફિસ પર કબજો જમાવવાનું શરૂ કરી દીધું છે. અવેન્જર્સ સિરીઝની ‘એન્ડગેમ’ જેવી તોતિંગ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી રહી હોય ત્યારે એક ગુજરાતી ફિલ્મનું ટકવું અને ટકવાની સાથોસાથ બૉક્સ-ઑફિસ પર કલેક્શન મેળવવું એ બહુ મોટી વાત છે. ફિલ્મના લીડ સ્ટાર ભવ્ય ગાંધી કહે છે, ‘સબ્જેક્ટ એવો છે જે એકેક યંગસ્ટર્સને ડાયરેક્ટ સ્પર્શે છે. આજની યુવાપેઢીને કશું નવું કરવું છે, પણ એને એના માટે રોકવામાં આવે છે અને જ્યાં વિચારો નથી કરવાના ત્યાં અેના પર વિચારો કરવાની ફરજ પાડવામાં આવે છે. હવે સમય નથી કે તમે વધારે વિચારો. કરવામાં આવેલા વધારે પડતા વિચારો હકીકતમાં તમારા આત્મવિશ્વાસને તોડવાનું કામ કરે છે. ‘બહુ ના વિચાર’ ફિલ્મના ટાઇટલમાં જ આ મેસેજ છે અને ફિલ્મ આ જ વાતને બેસ્ટ રીતે સમજાવે છે.’

યંગસ્ટર્સ ધારે તો શું કરી શકે અને કેવું રિઝલ્ટ લાવી શકે એ વાત તો આ ફિલ્મ સમજાવે જ છે પણ સાથોસાથ એ યંગસ્ટર્સ સાથે અનુભવી પણ જોડાય તો એનું પરિણામ કયા સ્તર પર પહોંચે એ વાત પણ ‘બહુ ના વિચાર’ કહે છે. ફિલ્મના ડિરેક્ટર રુતુલ પટેલે કહે છે, ‘અમારી ધારણા હતી એ મુજબનું રિઝલ્ટ આવ્યું છે અને એની અમને ખુશી છે. સોશ્યલ મીડિયા અને અમારા બધાના પર્સનલ મેસેન્જર્સમાં જે પ્રકારે મેસેજ આવી રહ્યા છે એ અમારા માટે નવાઈની વાત છે. એવા મેસેજ અમને મળ્યા છે કે અમે આ ફિલ્મ કૉલેજના ફ્રેન્ડ્સ સાથે જોવા ગયા હતા, પણ હવે અમે અમારા પેરન્ટ્સ સાથે ફિલ્મ જોવા જવાના છીએ. ગુજરાતી ફિલ્મોને રિપીટ ઑડિયન્સ મળે એ ખૂબ જરૂરી છે.’

આ પણ વાંચો : Video:તારક મહેતાની ટપુસેનાને બોલીવુડના આ કલાકારો સાથે કરવું છે કામ

કુલ ૧૪૭ સ્ક્રીનમાં રિલીઝ થયેલી ‘બહુ ના વિચાર’માં ભવ્ય ગાંધી ઉપરાંત જાનકી બોડીવાલા, દેવર્ષિ શાહ, રાગી જાની જેવા મંજાયેલા કલાકારો છે. ફિલ્મની સ્ટોરી ઉપરાંત ફિલ્મનું જમા પાસું એનાં ગીતો છે. ફિલ્મનો ટાઇટલ ટ્રૅક યંગસ્ટર્સ માટે અૅન્થમ બની ગયો છે. સૉન્ગ રિલીઝ થયા પછી એક મહિનામાં આ ગીત પોણાચાર લાખ મોબાઇલમાં ડાઉનલોડ થયું છે તો એક લાખથી પણ વધારે મોબાઇલમાં કૉલર અને રિંગર ટ્યુન તરીકે સેટ કરવામાં આવ્યું છે.

Bhavya Gandhi