Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Video:તારક મહેતાની ટપુસેનાને બોલીવુડના આ કલાકારો સાથે કરવું છે કામ

Video:તારક મહેતાની ટપુસેનાને બોલીવુડના આ કલાકારો સાથે કરવું છે કામ

04 May, 2019 03:19 PM IST | મુંબઈ

Video:તારક મહેતાની ટપુસેનાને બોલીવુડના આ કલાકારો સાથે કરવું છે કામ

Image Courtesy : Times of india

Image Courtesy : Times of india


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટેલિવિઝન શૉ લાંબા સમયથી દયાભાભીના પાત્રને લઈ ચર્ચામાં છે. દયાભાભીનું પાત્ર પાછું આવશે કે નહીં આવશે તો કોણ કરશે તેવી ચર્ચા ફેન્સમાં ચાલી રહી છે. જો કે આ દરમિયાન પણ શૉની લોકપ્રિયતા તો યથાવત્ છે. ખાસ કરીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટપુસેના લોકોને ખૂબ ગમી રહી છે. જોત જોતમાં ટપુસેનાના કલાકારો મોટા થઈ ગયા છે, પરંતુ તેમની લોકપ્રિયતા યથાવત્ છે.

આ ડેયલી શોમાં ટપુનું પાત્ર ભજવી ચૂકેલા ભવ્ય ગાંધી હવે ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરી ચૂક્યા છે. ત્યારે ટપુ સેનાના હાલના કલાકારો પણ ટૂંક સમયમાં બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. જી હાં, તાજેતરમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શૅર કરવામાં આવ્યો છે. જેમાં ગોગી, ગોલી અને ટપુએ પોતે બોલીવુડમાં કોની સાથે કામ કરવું તે જણાવ્યું છે. આ વીડિયોમાં ટપુ ઉર્ફે રાજ અનડકટે કહ્યું કે તેને તક મળે તો રણવીરસિંહ, સલમાન ખાન, શાહરુખ ખાન, શ્રદ્ધા કપૂર, સોનાક્ષી સિંહા અને પ્રિયંકા ચોપરા સાથે કામ કરવું છે.



તો ગોગી ઉર્ફે સમય શાહે આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવ અને ડિરેક્ટર અનુરાગ કશ્યપ સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ગોલી ઉર્ફે કુશ શાહે પણ અનુરાગ કશ્યપ અને ડિરેક્ટર અયાન મુખર્જી સાથે કામ કરવાની ઈચ્છા જણાવી.


જુઓ વીડિયો


 

આ પણ વાંચોઃ આ છે બોલીવુડ સેલેબ્સના સૌથી ક્યુટ બાળકો, જુઓ ફોટોઝ

ઉલ્લેખનીય છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો શરૂ થયો ત્યારે ટપુ સેનાના આ કલાકારો પણ નાના હતા. આ તમામ કલાકારો શોની સાથે જ મોટા થયા છે. જો કે ભવ્ય ગાંધીના શૉ છોડ્યા બાદ રાજ અનડકટ પાછળથી જોડાયા, પરંતુ હજીય ટપુડાની લોકપ્રિયતા યથાવત્ જ છે.

Whatsapp-channel Whatsapp-channel

04 May, 2019 03:19 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK