'રેવા'ને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ અવૉર્ડ

09 August, 2019 04:20 PM IST  |  નવી દિલ્હી

'રેવા'ને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ અવૉર્ડ

'રેવા'ને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ અવૉર્ડ

'રેવા' ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. આ પાંચમી વાર છે જ્યારે રેવાને બેસ્ટ ફિલ્મનો અવૉર્ડ મળ્યો છે. નર્મદા કિનારે શૂટ થયેલી ફિલ્મ રેવા ધ્રુવ ભટ્ટની નવલકથા 'તત્વમસિ' પર આધારિત છે. જેના દિગ્દર્શક રાહુલ ભોલે અને વિનીત કનોજીયા છે. ફિલ્મમાં ચેતના ધાનાણી, મોનલ ગજ્જર, અભિનય બેંકર, દયાશંકર પાંડે જેવા કલાકારો છે. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. સાથે જ ક્રિટેક્સે પણ તેને વખાણી હતી. અને હવે તેને નેશનલ અવૉર્ડ મળ્યો છે.

રેવાને રાષ્ટ્રીય કક્ષાએ બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવૉર્ડ મળી ચુક્યો છે. તો ક્રિટિક્સ ચોઈસ ફિલ્મ અવૉર્ડમાં પણ રેવાએ બાજી મારી હતી. આ રેસમાં ઢ અને વેન્ટિલેટર જેવી ફિલ્મો પણ હતી. રેવાને અત્યાર સુધી બેસ્ટ ફિલ્મના 4 એવોર્ડ મળી ચૂક્યા છે. અત્યાર સુધી રેવાને GIFA બેસ્ટ ફિલ્મ, IGGF બેસ્ટ ફિલ્મ, રાજીવ ગાંધી એક્સિલન્સ એવોર્ડ અને ટ્રાન્સમીડિયામાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળી ચૂક્યો છે.

રેવાનું શૂટિંગ નર્મદા જ્યાંથી વહે છે તે જગ્યાએ કરવામાં આવ્યું છે. ગુજરાત અને મધ્યપ્રદેશના ભેડાઘાટ, ગૌરી ઘાટ, માહેશ્વરઘાટ, માંગરોળ જેવા સ્થળોએ શૂટિંગ કરવામાં આવ્યું છે. સાથે દીવની ગુફાઓમાં પણ ફિલ્મ શૂટ થઈ છે. નર્મદાની પરિક્રમા કરાવતી આ ફિલ્મી સફળતાની ગાથામાં હવે વધુ એક યશકલગી ઉમેરાઈ છે.

gujarati film dhollywood news