47 ધનસુખ ભવનઃસુપરનેચરલ ગુજરાતી ફિલ્મનું પોસ્ટર રિલીઝ

16 June, 2019 06:07 PM IST  |  અમદાવાદ

47 ધનસુખ ભવનઃસુપરનેચરલ ગુજરાતી ફિલ્મનું પોસ્ટર રિલીઝ

અર્બન ગુજરાતી ફિલ્મોમાં હમણા જુદા જુદા એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે. આવો જ એક એક્સપેરિમેન્ટ લઈને નવી ગુજરાતી ફિલ્મ આવી રહી છે. 47 ધનસુખ ભવન નામની આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યુ છે. જુલાઈમાં રિલીઝ થનારી ફિલ્મ 47 ધનસુખ ભવનનું પોસ્ટર સોશિયલ મીડિયા પર રિલીઝ કરી દેવાયું છે. આ ફિલ્મને નૈતિક રાવલ ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મની સ્ટોરી પણ નૈતિક રાવલે જ લખી છે.

આવું છે ફિલ્મનું પોસ્ટર

ચર્ચા છે કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીન આ સંભવતઃ પહેલી સુપરનેચરલ ફિલ્મ છે. ફિલ્મના પોસ્ટર પરથી લાગી રહ્યું છે કે આ એક હોરર ગુજરાતી ફિલ્મ હોઈ શકે છે. ફિલ્મના પોસ્ટરમાં ગૌરવ પાસવાલા, રિશી વ્યાસ અને શ્યામ નાયર દેખાઈ રહ્યા છે. આ ત્રણેય એક્ટર્સની પાછળ એક ખંડેર જેવું બિલ્ડિંગ દેખાઈ રહ્યું છે. પોસ્ટર જોતા લાગે છે કે આ એક સુપરનેચરલ હોરર ફિલ્મ હશે. જો કે ફિલ્મની સ્ટોરી અંગે કોઈ ખુલાસો નથી થયો.

આ પણ વાંચોઃ Fahters Day:જુઓ જાણીતા ગુજરાતી સેલેબ્સના તેમના પપ્પા સાથેની ખાસ મોમેન્ટ્સ

26 જુલાઈએ રિલીઝ થશે ફિલ્મ

ફિલ્મ 26 જુલાઈએ રિલીઝ થવાની છે. ફિલ્મના પોસ્ટરમાં જ આ તારીખ જાહેર કરી દેવાઈ છે. 47 ધનસુખ બવનના રાઈટર ડિરેક્ટર નૈતિક રાવલ આ પહેલા પણ બે ગુજરાતી ફિલ્મો આપી ચૂક્યા છે. 2011માં આવેલી ચાર અને 2016માં તેમણે જે પણ કહીશ એ સાચું જ કહીશ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. આ ઉપરાંત તેઓ કેટલીક હિન્દી સિરીયલોમાં પણ કામ કરી ચૂક્યા છે. તો એક્ટર ગૌરવ પાસવાલા છેલ્લે 'ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર' નામની કોર્ટરૂમ ડ્રામા ગુજરાતી ફિલ્મમાં દેખાયા હતા.