ઝોઆ મોરાની બીજી વખત પ્લાઝ્માનું દાન કર્યું, હૉસ્પિટલમાંથી તસવીર શેર કરી

27 May, 2020 07:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઝોઆ મોરાની બીજી વખત પ્લાઝ્માનું દાન કર્યું, હૉસ્પિટલમાંથી તસવીર શેર કરી

પ્લાઝ્મા દાન કરતી ઝોઆ મોરાની

ફિલ્મ પ્રોડયુસર કરીમ મોરાનીની દીકરી અને અભિનેત્રી ઝોઆ મોરાનીએ ગયા મહિને જ કોરોના વાયરસ (COVID-19)ને માત આપીને સાજી થઈ હતી અને પછી તેણે કોરોનાની સારવાર માટે મુંબઈની નાયર હૉસ્પિટલમાં પ્લાઝ્મા થેરેપી દ્વારા રક્તદાન કર્યું હતું.

હવે ફરી બીજીવાર ઝોઆએ પ્લાઝ્માનું દાન કર્યું છે. અભિનેત્રીએ હૉસ્પિટલમાં દાન કરતી હોય તેની તસવીર સોશ્યલ મીડિયા પર શેર કરી છે. જેમાં તેણે માસ્ક પહેરેલું પણ દેખાય છે. તેણીએ શાંતિ અને વિજયના ચિન્હ સાથે ફોટો પડાવ્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, પ્લાઝ્મા ડોનેશન રાઉન્ડ 2... મારા ડૉક્ટરે કહ્યું હતું કે ગયા વખતે એક દર્દીને આઈસીયુમાંથી બહાર આવવામાં મદદરૂપ થઈ હતી. મને આશા છે કે કોરોના સામેની જંગ જીતનારા બધા જ રક્તદાન કરશે, જેથી કોઈને મદદ થઈ શકે.

ઝોઆના આ પોસ્ટ પર સેલિબ્રિટી ટ્રેઈનર યાસમીન કરાચીવાલએ કમેન્ટ કરી હતી કે, આ બહુ અદ્ભુત છે ઝોઆ. જ્યારે અભિનેતા સિદ્ધાંત કપૂરે કમેન્ટમાં લખ્યું હતું, વૉટ એન એન્જલ. ઝોઆના આ પગલાની અનેક લોકોએ પ્રશંસા કરી હતી.

entertainment news bollywood bollywood news bollywood gossips zoa morani karim morani