અર્જૂન કપૂર સાથેની ફિલ્મથી કમબેક કરશે ઝીનત અમાન, આ ફિલ્મમાં દેખાશે સાથે

17 June, 2019 06:25 PM IST  | 

અર્જૂન કપૂર સાથેની ફિલ્મથી કમબેક કરશે ઝીનત અમાન, આ ફિલ્મમાં દેખાશે સાથે

ઝીનત અમાન (તસવીર સૌજન્ય તરન આદર્શ ટ્વિટર)

દિગ્ગજ બોલીવુડ અભિનેત્રી ઝીનત અમાન લાંબા સમય પછી હવે ફિલ્મી પડદા પર જોવા મળશે. તે આશુતોષ ગોવારિકરની મચઅવેઇટેડ ફિલ્મ પાનીપતમાં કેમિયો રોલમાં જોવા મળશે. પાનીપતમાં અર્જુન કપૂર, કૃતિ સેનન અને સંજય દત્ત પણ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે.

પાણીપતના ત્રીજા યુદ્ધ પર આધારિત છે ફિલ્મ
દિગ્ગજ બોલીવુડ અભિનેત્રી ઝીનત અમાન લાંબા સમય પછી ફિલ્મી પડદા પર જોવા મળશે. તે આશુતોષ ગોવારિકરની મચઅવેઇટેડ ફિલ્મ પાનીપતમાં અર્જુન કપૂર, કૃતિ સેનન અને સંજય દત્ત પણ મુખ્ય ભૂમિકામાં દેખાશે. આશુતોષના ડાયરેક્શનમાં બનતી ફિલ્મ ત્રીજા પાનીપતના યુદ્ધ પર આધારિત છે, આ યુદ્ધ 14 જાન્યુઆરી 1761ના મરાઠા અને અફઘાની શાસક અહમદ શાહ અબ્દાલીની આક્રમણકારી સેના વચ્ચે થયું હતું.

શૂટિંગ ગત વર્ષે ડિસેમ્બરમાં થયું શરૂ
પાનીપતની શૂટિંગ ગયા વર્ષે ડિસેમ્બરમાં શરૂ થઇ ગઈ હતી. ફિલ્મમાં ઝીનત અમાનના પાત્ર વિશે બોલતાં ફિલ્મમેકરે એક મીડિયા એજન્સીને જણાવ્યું કે, "ઝીનતજી પાનીપતમાં કેમિયો રોલમાં દેખાશે. તેમના પાત્રનું નામ સકીના બેગમ હશે. આ અઠવાડિયાના અંતે તે પાનીપત માટે શૂટિંગ કરશે. તેમના લૂકનો ખાસ ખુલાસો કરવામાં આવ્યો નથી. હું તેમની સાથેના શૂટની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું." ધ્યાન હોય તો આશુતોષ ગોવારિકરે ફિલ્મ ગવાહીમાં ઝીનત અમાન સાથે કામ કર્યું હતું.

ઝીનતને ડાયરેક્ટ કરવું છે ફેન મોમેન્ટ
આશુતોષ ગોવારિકરે કહ્યું કે, "મારી માટે ઝીનતજીને ડાયરેક્ટ કરવું ફેન મોમેન્ટ છે. તેમની કેટલીય ફિલ્મો મને પ્રિય છે. ખાસ કરીને મને તેમનું કામ ખૂબ જ ગમે છે. સ્ટારડમ હોવા છતાં ઝીનત અમાનની વિનમ્રતા આકર્ષે છે." પાનીપત આ વર્ષે 6 ડિસેમ્બરે રિલીઝ થશે. બૉક્સ ઑફિસ પર પાનીપત ફિલ્મ 'પતિ પત્ની ઔર વો' સાથે ક્લેશ થશે.

આ પણ વાંચો : કબીર સિંહ બાદ શાહિદ કપૂર પાસે એક પણ ફિલ્મ નથી

ઝીનત અમાન વિશે વાત કરીએ તો તે ફિલ્મોમાં સક્રિય તો છે, પણ તે કેમિયો રોલમાં જ જોવા મળે છે. તેમની છેલ્લી રિલીઝ 2014માં આવેલી ફિલ્મ સ્ટ્રિંગ્સલ ઑફ પેશન હતી. ઝીનત અમાને પોતાના 50 વર્ષના કરિઅરમાં 80થી વધું ફિલ્મોમાં કામ કર્યું છે.

zeenat aman arjun kapoor sanjay dutt kriti sanon bollywood bollywood events bollywood news