ઘર ઘર સિંગરના માધ્યમથી ગાયકની શોધ કરશે નેહા કક્કર

08 May, 2020 08:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘર ઘર સિંગરના માધ્યમથી ગાયકની શોધ કરશે નેહા કક્કર

નેહા કક્કર તેની બહેન સોનુ અને ભાઈ ટૉની સાથે મળીને ગાયકોની શોધ કરવાની છે. તેઓ ઝી ટીવી પર શરૂ થનાર ‘ઘર ઘર સિંગર’ દ્વારા દેશના લોકોમાં છુપાયેલી ટૅલન્ટને શોધી કાઢશે. એના માટે સ્પર્ધકોને મોબાઈલમાં પોતાનો અવાજ રેકોર્ડ કરીને મોકલવાનો રહેશે. આ શો મારફત લોકોને આ ત્રણેય ભાઈ-બહેનોની લાઇફ સ્ટાઇલ પણ જાણવા મળશે. તેઓ ઘરે બેસીને ટૅલન્ટને જજ કરવાનાં છે. આવું પહેલી વખત જ બનશે જ્યારે આ ત્રણેય ભાઈ-બહેનો એક શોને એકસાથે જજ કરવા બેસવાનાં છે. એ વિશે નેહા કક્કરે કહ્યું હતું કે ‘લોકોને મનોરંજનની સાથે જ અમારી લાઇફસ્ટાઇલ તો જાણવા મળશે જ પરંતુ સાથે જ સ્પર્ધકોની પણ લાઇફ બદલાઈ જશે. મારા માટે ખુશીની વાત એ છે કે આ શોમાં મારાં ભાઈ-બહેન પણ ભાગ લેવાનાં છે. અમે હંમેશાંથી જ કહેતાં આવ્યાં છીએ કે જો અમને કંઈ ખાસ ઑફર મળશે તો અમે નક્કી સાથે કામ કરીશું અને ઝી ટીવી અમારી પાસે આ કન્સેપ્ટ લઈને આવ્યું હતું, એને અમે ના પાડી શક્યા નહીં. કોરોનાને કારણે જ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે એ કોઈના પણ માટે સરળ નથી. એથી દેશના

અલગ-અલગ ભાગોમાંથી સિન્ગિંગની ટૅલન્ટને શોધીને અમે દર્શકોને એન્ટરટેઇન કરીશું. સ્પર્ધકોને ઑડિશન ઘરેથી જ આપવાનું રહેશે. તેમણે પોતાના મોબાઇલમાં વોઇસ રેકૉર્ડ કરવાનો રહેશે.’

આ શોને લઈને એક્સાઇટેડ ટૉની કક્કરે કહ્યું હતું કે ‘પર્સનલી કહું તો હું પણ વિવિધ ટૅલન્ટેડ સિંગર્સનાં ઑડિશનને સાંભળવા માટે ઉત્સાહિત છું. હું તેમની સાથે ન માત્ર મારું નૉલેજ શૅર કરીશ, પરંતુ સાથે જ તેમની કળા વિશે પણ ઘણું ખરું જાણીશ. ‘ઘર ઘર સિંગર’ પહેલો એવો શો છે કે જેના માધ્યમથી નેહા, સોનુ અને હું એકસાથે જજ બન્યાં છીએ. સાથે જ અમે ચોક્કસ લોકોને પણ મનોરંજન પૂરું પાડીશું. અમારી ત્રણેયની વચ્ચે સારી બૉન્ડિંગ છે. એથી મને પૂરી ખાતરી છે કે દર્શકો અમને સાથે જોઈને અને અમારી લાઇફ વિશે જાણીને ખુશ થશે.’

entertainment news television news indian television zee tv neha kakkar