ડૉક્ટરના હડતાળના સમર્થનમાં આગળ આવી આ એક્ટ્રેસ

15 June, 2019 05:00 PM IST  | 

ડૉક્ટરના હડતાળના સમર્થનમાં આગળ આવી આ એક્ટ્રેસ

ઝાયરા વસીમ

ફિલ્મ દંગલથી લોકપ્રિય થયેલી અભિનેત્રી ઝાયરા વસીમે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી પશ્ચિમ બંગાળમાં ડૉક્ટરો પર થયેલા હુમલાની કડક નિંદા અને દુ:ખ વ્યક્ત કર્યું છે. મહત્વની વાત એ છે કે પશ્ચિમ બંગાળના સેઠ સુખલાલ કરનાની મેમોરિયલ અથવા SSKM હોસ્પિટલના બે પ્રેક્ટિશનર ડૉક્ટર પર હુમલા બાદ ડૉક્ટરોની હડતાળ શરૂ થઈ છે. આ ઘટના બાદ અત્યાર સુધી 200 ડૉક્ટરોએ પોતાના પદથી ત્યાગપત્ર આપી દીધો છે. તેવી જ રીતે એના સમર્થનમાં જૂનિયર ડૉક્ટર હડતાળ પર ચાલ્યા ગયા છે.

બાદ આ વિરોધ આખા દેશભરમાં ફેલાઈ ગયો છે અને દેશના કેટલાક શહેરોના ડૉક્ટર્સે આ હડતાળનું સમર્થન કર્યું છે. Indian Medical Associationએ 17 જૂન 2019 સોમવારે દેશભરમાં વિરોધની ઘોષણા કરી છે. હવે આ વાતનું સંજ્ઞાન દંબલ ફિલ્મની એક્ટ્રેસ ઝાયરા વસીમે પણ લીધું છે અને મેડિકલ સ્ટાફનું સમર્થન કરતા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

ઝાયરા વસીમે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, પશ્ચિમ બંગાળમાં ડૉક્ટરો વિરૂદ્ધ ચાલી રહેલી હિંસા ઘણી દુ:ખદ છે. એનાથી પણ વધારે દુ:ખની વાત એ છે કે તે રાષ્ટ્રીય ચિંતાનું કારણ માનવામાં આવતું નથી. મીડિયા આ મામલામાં યોગ્ય રીતે કવર નથી કરી રહી? પશ્ચિમ બંગાળામાં ડૉક્ટર પર હુમલાના લીધે 300 ડૉક્ટરે પોતાની નોકરી છોડી દીધી છે. મને હમણા પણ સમજાતું નથી કે આ વાત રાષ્ટ્રીય આક્રોશના સ્તરની કેમ નથી?

આ પણ વાંચો : સપના ચૌધરીએ કરાવ્યો હોટ ફોટોશૂટ, લાગી રહી છે ગ્લેમરસ

આ મામલામાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બૅનરજીની ભૂમિકા પણ સવાલોથી ઘેરાયેલી છે. એમના પર આ મામલામાં રાજનીતિ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. મામલાની ગંભીરતાને જોતા હવે NRS કૉલેજના 108 ડૉક્ટર અને 107 પ્રેક્ટિશનરે રાજીનામુ આપી દીધું છે. એ સિવાય કોલકાત્તા અને પશ્ચિમ બંગાળના પણ 112થી 119 સ્ટાફ મેમ્બર્સે આ વિરોધમાં ભાગ લીધો છે. જ્યાં દિલ્હી અને ઓડિસ્સાના ડૉક્ટરે પણ પશ્ચિમ બંગાળના ડૉક્ટરોનું સમર્થન કરતા હડતાળ કરી દીધી છે. જેનાથી આ મામલો હજી ગંભીર થઈ ગયો છે.

zaira wasim bollywood news