યંગ અર્થ ચૅમ્પિયનશિપ લૉન્ચ થઈ ભૂમિ પેડણેકર સાથે

08 January, 2021 06:30 PM IST  |  Rajkot | Rashmin Shah

યંગ અર્થ ચૅમ્પિયનશિપ લૉન્ચ થઈ ભૂમિ પેડણેકર સાથે

યંગ અર્થ ચૅમ્પિયનશિપ લૉન્ચ થઈ ભૂમિ પેડણેકર સાથે

સૃષ્ટિ કેટલી અનિવાર્ય છે એ વાત સમજાવવા અને આપણી આવતી કાલને વધારે સારી બનાવવાની પ્રેરણા આપવા માટે સોની બીબીસી અર્થ દ્વારા ‘યંગ અર્થ ચૅમ્પિયન્સ’ લૉન્ચ કરવામાં આવી છે, જેમાં બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર ભૂમિ પેડણેકર છે. ભૂમિ પેડણેકર ઑલરેડી ચૅનલની ક્લાઇમૅટ-વૉરિયર છે. વાતાવરણ પરત્વે સભાનતા લાવવા માટે સ્ટુડન્ટ્સ વચ્ચે કરવામાં આવતી કૉમ્પિટિશનમાં એ વાત સમજાવવામાં આવે છે કે ક્લાઇમૅટ પ્રત્યે બેદરકાર થવાનો એક જ અર્થ છે પૃથ્વીનો નાશ કરવો. પાંચમા ધોરણથી નવમા ધોરણ વચ્ચેના સ્ટુડન્ટ્સ વચ્ચે થતી આ કૉન્ટેસ્ટમાં પૃથ્વીને અકબંધ રાખવા માટે નાવીન્યસભર વિચાર મોકલવાના છે, જેમાં ટૉપ ટેનમાં આવનારાઓ સાથે ભૂમિ પેડણેકર સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરાવવામાં આવશે તો એકદમ યુનિક વિચાર આપનારાને યંગ અર્થ ચચૅમ્પિયશન જાહેર કરવામાં આવશે.
ક્લાઇમૅટ વૉરિયર ભૂમિ પેડણેકરે કહ્યું કે ‘જેમનામાં પરિવર્તન લાવવાની શક્તિ છે એવા સ્ટુડન્ટ્સને પ્લૅટફૉર્મ મળે અને એ પ્લૅટફૉર્મ દ્વારા એ સ્ટુડન્ટ્સ દુનિયાને એક નવો વિચાર આપે એ વાતથી જ એક્સાઇટ છું. સ્ટુડન્ટ્સ આગળ આવે એ જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્ત્વનું એ પણ છે કે સ્ટુડન્ટ્સને આ દિશામાં વાળવાનું કામ તેમના વડીલો દ્વારા પણ કરવામાં આવે.’

bhumi pednekar Rashmin Shah bollywood bollywood news bollywood gossips