નેપોટિઝમને કારણે એન્ટ્રી તરત મળે, પરંતુ ટકી રહેવું મુશ્કેલ: શ્રુતિ હાસન

29 July, 2020 08:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેપોટિઝમને કારણે એન્ટ્રી તરત મળે, પરંતુ ટકી રહેવું મુશ્કેલ: શ્રુતિ હાસન

શ્રુતિ હાસન

શ્રુતિ હાસનનું કહેવું છે કે નેપોટિઝમને કારણે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી તો સરળતાથી મળી જાય છે, પરંતુ એમાં ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ છે. કમલ હાસનની મોટી દીકરી શ્રુતિ માટે ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મેળવવી સહેલી હતી, પરંતુ ગળાકાપ સ્પર્ધાને કારણે તેના માટે ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. તેની ફિલ્મ ‘યારા’ 30 જુલાઈએ Zee5 પર રિલીઝ થઈ રહી છે. આ વિશે વાત કરતાં શ્રુતિએ કહ્યું હતું કે ‘મારે એ તો કહેવું રહ્યુંુ કે મારા પેરન્ટ્સને કારણે હું જે પણ લોકોની આસપાસ મોટી થઈ છું તેમને કારણે ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવી મારા માટે ખૂબ જ સરળ હતી. મને મારી સરનેમને કારણે એ મળ્યું હતું અને હું એ વિશે ખોટું નહીં બોલું. જોકે હું લાઇફમાં ખૂબ જ ધીમે-ધીમે બધું શીખું છું. યોગ્ય લોકો પાસે કેવી રીતે પહોંચવું એ પણ મને નહોતી ખબર. સોશ્યલી હજી પણ હું દૂર જ રહું છું. મારા પેરન્ટ્સને કારણે મને ઘણા ફાયદા થયા હતા એ હકીકત છે. જોકે ઓવરઑલ મારી મુસાફરી ખૂબ જ મુશ્કેલ રહી હતી. એન્ટ્રી મળવી સરળ છે, પરંતુ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવું એટલું જ મુશ્કેલ છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips shruti haasan