‘યે જવાની હૈ દીવાની’ ​રીયુનિયન

02 June, 2023 02:52 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, કલ્કિ કોચલિન અને કુણાલ રૉય કપૂર લીડ રોલમાં હતો.

‘યે જવાની હૈ દીવાની’ ​રીયુનિયન

‘યે જવાની હૈ દીવાની’ની રિલીઝનાં દસ વર્ષ થતાં આયાન મુખરજીએ ફિલ્મની ટીમ સાથે એક ​રીયુનિયન ગોઠવ્યું હતું. આ ફિલ્મમાં રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, કલ્કિ કોચલિન અને કુણાલ રૉય કપૂર લીડ રોલમાં હતો. સિદ્ધાર્થ રૉય કપૂરે એને પ્રોડ્યુસ કરી હતી. આયાન મુખરજી આ ફિલ્મને તેનું બાળક માને છે. આ ફિલ્મ બનાવતી વખતે તેને ખૂબ મજા પણ આવી હતી. તેનું કહેવું છે કે લોકો તેની ‘બ્રહ્માસ્ત્ર’ વિશે નહીં, પરંતુ ‘યે જવાની હૈ દીવાની’ વિશે વધુ સવાલ કરે છે. આયાને રાખેલા રીયુનિયનમાં કરણ જોહર, સિદ્ધાર્થ રૉય કપૂર, મ્યુઝિક કમ્પોઝર પ્રીતમ અને મનીષ મલ્હોત્રા પણ હાજર હતા. આ ફોટો આયાને ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. ફોટો જોઈને લોકો સવાલ કરી રહ્યા છે કે ફિલ્મની સીક્વલ ક્યારે બનાવવામાં આવશે. સોશ્યલ મીડિયામાં લોકો વિવિધ કમેન્ટ્સ કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા યુઝરે લખ્યું કે ‘એવું લાગે છે કે ‘યે જવાની હૈ દીવાની’ હજી ગઈ કાલની જ વાત છે.’ તો અન્યએ લખ્યું કે પ્લીઝ ‘યે જવાની હૈ દીવાની 2’ બનાવો.

entertainment news bollywood news bollywood gossips bollywood ranbir kapoor deepika padukone kalki koechlin aditya roy kapur yeh jawaani hai deewani