ચોથી વખત બદલાઈ હૈ જવાની તો ઇશ્ક હોના હૈની રિલીઝ-ડેટ

30 April, 2026 02:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરુણ ધવન, મૃણાલ ઠાકુર અને પૂજા હેગડેની આ ફિલ્મ પાંચમી જૂને થિયેટરમાં આવશે

હૈ જવાની તો ઇશ્ક હોના હૈ

વરુણ ધવનની આગામી રોમૅન્ટિક કૉમેડી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ની રિલીઝ-ડેટમાં ફરી એક વાર ફેરફાર કરવામાં આવ્યો છે. ફિલ્મની જાહેરાત બાદ આ ચોથી વખત રિલીઝ-શેડ્યુલ બદલાયું છે. આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર અને પૂજા હેગડે પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. શરૂઆતમાં આ ફિલ્મને પાંચમી જૂને થિયેટરમાં રિલીઝ કરવાની યોજના હતી. એ પછી ફિલ્મની રિલીઝ ૧૨ જૂન સુધી આગળ ધપાવવામાં આવી હતી, પરંતુ બાદમાં યશની ફિલ્મ ‘ટૉક્સિક’ સાથે બૉક્સ-ઑફિસ ટક્કર ટાળવા માટે એને બાવીસ મે પર પ્રીપોન કરવામાં આવી હતી. મે મહિનાની આ તારીખે ફિલ્મનો સામનો અનન્યા પાંડે અને લક્ષ્યની ‘ચાંદ મેરા દિલ’ સાથે થવાનો હતો. હવે ગઈ કાલે એક નવા અપડેટમાં નિર્માતાઓએ ફરી એની મૂળ રિલીઝ-ડેટ પાંચમી જૂન જ જાહેર કરી છે. હકીકતમાં યશની ‘ટૉક્સિક’ને ચોથી જૂનની એની ડેટ પરથી પોસ્ટપોન કરવામાં આવી છે જેના કારણે પાંચમી જૂનની ડેટ ખાલી પડી છે. આ સંજોગોમાં ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ને પાંચમી જૂને જ રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો છે. 

varun dhawan pooja hegde mrunal thakur bollywood buzz bollywood news bollywood gossips bollywood