19 June, 2025 09:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિઆરા અડવાણી, યશ
યશ અને કિઆરા અડવાણી આગામી ફિલ્મ ‘ટૉક્સિક : અ ફેરી ટેલ ફૉર ગ્રોન-અપ્સ’માં સાથે જોવા મળશે. આ ફિલ્મના શૂટિંગમાં પ્રેગ્નન્ટ કિઆરાને કોઈ તકલીફ ન પડે એ માટે કો-ઍક્ટર યશે સ્પેશ્યલ પ્લાન બનાવ્યો છે જેને માટે તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
રિપોર્ટ પ્રમાણે કિઆરાની પ્રેગ્નન્સીને કારણે યશે ફિલ્મનું શૂટિંગ-શેડ્યુલ બૅન્ગલોરથી મુંબઈ ખસેડવાની વાત કરી જેથી કિઆરાને તકલીફ ન પડે. યશે ફિલ્મના ડિરેક્ટર ગીતુ મોહનદાસ અને પ્રોડ્યુસર વેન્કટ કે. નારાયણ સાથે શૂટિંગ મુંબઈમાં ખસેડવાની વાત કરી અને નિર્ણય લીધો. એને કારણે નિર્માતાઓના ખર્ચમાં પણ નોંધપાત્ર બચત થઈ છે.
‘ટૉક્સિક’ ફિલ્મની વાર્તા ૧૯૯૦ના દાયકામાં ગોવાના ડ્રગ-માફિયા પર આધારિત છે. આ ફિલ્મમાં કિઆરા ઉપરાંત નયનતારા, હુમા કુરેશી અને તારા સુતરિયા જેવાં સ્ટાર્સ પણ મહત્ત્વની ભૂમિકામાં છે.
રિપોર્ટ્સ અનુસાર ‘ટૉક્સિક’ની રિલીઝ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’ સાથે ટકરાઈ શકે છે. જોકે સંજય લીલા ભણસાલીની ટીમ તરફથી હજી સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.