યામી ગૌતમ સિક્યોરિટી વગર લખનઉની યાત્રા કરવા નિકળી

06 July, 2019 09:57 AM IST  |  લખનઉ

યામી ગૌતમ સિક્યોરિટી વગર લખનઉની યાત્રા કરવા નિકળી

યામી ગૌતમ

હેક્ટિક શેડ્યુલમાંથી સમય કાઢીને યામી ગૌતમ કોઈ પણ પ્રકારની સિક્યોરિટી વગર લખનઉનાં પ્રવાસે નિકળી છે. તે હાલમાં આ શહેરમાં ‘બાલા’નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના પણ જોવા મળશે. યામીને નવી નવી જગ્યાઓ એક્સ્પ્લોર કરવુ ગમે છે. યામીએ લખનઉનાં અનેક સ્થાનિક સ્થળો અને ધરોહરની મુલાકાત લીધી હતી.

યામીએ પોતાની ઓળખ છુપાવી રાખવા માટે કોઈ સિક્યોરિટી સાથે નહોતી રાખી. ઓછો મેક-અપ અને ચહેરાને દુપટ્ટાથી ઢાંકીને ફરવા નિકળી હતી. આ ટ્રિપ વિશે યામીએ કહ્યું હતું કે ‘જો મારું શેડ્યુલ ટાઇટ ના હોય તો હું જે પણ સ્થળની મુલાકાતે જાઉં તો નવી નવી જગ્યાઓ એક્સ્પ્લોર કરવા અને એનાં વિશે જાણવા માટે આતુર રહુ છું.

આ પણ વાંચો : કેમ ડિમ્પલ કપાડિયાએ હોમી અડજાનિયાના ખભા પર મૂક્યો પગ ?

આ વખતે હું લખનઉમાં સતત શૂટિંગ કરી રહી હતી. હું જાતે જ આ શહેરને એક્સ્પ્લોર કરવા માગતી હતી. આ શહેરનું ઐતિહાસિક મહત્વ પણ છે. વિવિધ સ્થાનોને મારી જાતે જ એક્સ્પ્લોર કરવા મને ગમે છે. એથી મારા માટે આ એક ગ્રેટ ફન ડે હતો. મેં આખા શહેરનાં કેટલાક સારાં સ્થળોને નિહાળ્યા હતાં.’

yami gautam bollywood news