કેમ ડિમ્પલ કપાડિયાએ હોમી અડજાનિયાના ખભા પર મૂક્યો પગ ?

Published: Jul 05, 2019, 19:13 IST | મુંબઈ

કેન્સરનો ઈલાજ કરાવીને પોતાના કામ પર પાછા ફરેલા ઈરફાન ખાન હાલ અપકમિંગ ફિલ્મ અંગ્રેજી મીડિયમના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં ઈરફાન ખાનની સામે કરીના કપૂર ખાન છે.

Image Courtesy: homi adajaias instagram
Image Courtesy: homi adajaias instagram

કેન્સરનો ઈલાજ કરાવીને પોતાના કામ પર પાછા ફરેલા ઈરફાન ખાન હાલ અપકમિંગ ફિલ્મ અંગ્રેજી મીડિયમના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં ઈરફાન ખાનની સામે કરીના કપૂર ખાન છે. આ ફિલ્મમમાં ઈરફાનની પુત્રીનું પાત્ર પટાખા ફેમ રાધિકા મદન ભજવી રહી છે. ફિલ્મની આ શાનદાર સ્ટારકાસ્ટમાં એક નવું નામ જોડાયું છે, એ છે બોલીવુડની દિગ્ગજ એક્ટ્રેસ ડિમ્પ કપાડિયાનું . જી હાં, ડિમ્પલ કપાડિયા અંગ્રેજી મીડિયમમાં એક શાનદાર ભૂમિકામાં દેખાશે. તાજેતરમાં જ અંગ્રેજી મીડિયમના ડિરેક્ટર હોમી અડજાનીયાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ડિમ્પલ કપાડિયા સાથેનો એક ફોટો શૅર કર્યો છે, જેમાં તે બોસી એટિટ્યુડમાં દેખાઈ રહી છે. હોમી અને ડિમ્પલનો આ ફોટો રસપ્રદ દેખાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મના ડિરેક્ટર હોમી અડજાણિયાએ સોશિયલ મીડિયા પર આ ફોટો શૅર કર્યો છે, જેમાં ડિમ્પલ કપાડિયા હોમીના ખભા પર એક પગ રાખીને ઉભેલી દેખાઈ રહી છે. આ ફોટોમાં ડિમ્પલનો બોસી અંદાજ દેખાઈ રહ્યો છે. ડિમ્પલના પગની પાસે બેઠેલા હોમી બિચારા અને ડરેલા લાગી રહ્યા છે. મજાકિયા અંદાજમાં હોમીએ પોતાના બંને હાથ ફેલાવેલા છે, અને સનગ્લાસિ પહેરેલા છે. તો ડિમ્પલ તેમના ખભા પર પગ મૂકીને એટિટ્યુડથી જોતી દેખાઈ રહી છે. ડિમ્પલની સાથે પોતાનો ફોટો શૅર કરીને તેમણે કેપ્શનમાં લખ્યું છે,'જ્યારે મ્યૂઝે મને એબ્યુઝ કરવાનો નિર્ણય લીધો તો...'

Angrezi Mediumમાં કરીના કપૂર ઈરફાન ખાન સાથે દેખાશે. આ ફિલ્મ 2017માં આવેલી ઈરફાન ખાનની ફિલ્મ હિન્દી મીડિયમની સિક્વલ છે. જેમાં ઈરફાન ખાન સાથે પાકિસ્તાની એક્ટ્રેસ સબા કમર પણ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં કરીના કપૂર પોલીસના રોલમાં છે. ફિલ્મની સ્ટોરી કંઈક એવી છે કે સિક્વલમાં ઈરફાન ખાનની પુત્રી મોટી થઈ જાય છે અને ફોરેનમાં હાયર એજ્યુકેશન લઈ રહી છે, જેને કારણે ફિલ્મ વિદેશમાં શૂટ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ હિન્દી મીડિયમ એવા કપલની વાત હતી, જે પોતાની પુત્રીને સારુ શિક્ષણ આપવા માટે સ્ટ્રગલ કરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK