જેસલમેર પહોંચીને પોતાની જર્નીની શરૂઆતના દિવસો યાદ આવી ગયા યામી ગૌતમને

19 January, 2021 04:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેસલમેર પહોંચીને પોતાની જર્નીની શરૂઆતના દિવસો યાદ આવી ગયા યામી ગૌતમને

યામી ગૌતમ

યામી ગૌતમ જેસલમેર પહોંચતાં જ તેને પોતાની કરીઅરની શરૂઆતના દિવસો યાદ આવી ગયા હતા. તેણે જેસલમેરથી જ ઍક્ટર તરીકે પોતાની જર્ની શરૂ કરી હતી. તે અહીં ‘ભૂત પોલીસ’નું શૂટિંગ કરવા પહોંચી છે. ત્યાંનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને યામીએ કૅપ્શન આપી હતી કે ‘અહીંથી જ 11 વર્ષ પહેલાં મેં એક ઍક્ટર તરીકે મારી જર્ની જેસલમેરથી શરૂ કરી હતી. એ પહેલો સીન આજે પણ મારી યાદમાં તાજો છે જેના દ્વારા મેં ટેલિવિઝન પર શરૂઆત કરી હતી. લાઇફ એક ફુલ સર્કલ જેવી છે. હું આજે એ જ સ્થાને મારા દિલમાં ભરપૂર ઉમળકા સાથે ઊભી છું. એને લઈને હું ખૂબ આભારી છું.’

entertainment news bollywood bollywood news yami gautam