'વર્લ્ડ કેન્સર ડે':તાહિરા કશ્યપે શૅર કરી પ્રેરણાદાયી પોસ્ટ

04 February, 2019 05:42 PM IST  | 

'વર્લ્ડ કેન્સર ડે':તાહિરા કશ્યપે શૅર કરી પ્રેરણાદાયી પોસ્ટ

કેન્સર સામે બહાદૂરીપૂર્વક લડતી તાહિરા કશ્યપ

બૉલીવુડ અભિનેતાઓ કેન્સર સામે લડી રહ્યા છે. આજે અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ પણ કેન્સર સામે લડી રહી છે ત્યારે વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જે ખૂબ જ પ્રેરણાદાયક છે. તાહિરા કશ્યપ કેન્સર સામે ખૂબ જ બહાદુરીપૂર્વક લડી રહી છે. અને આમ કરતાં તે પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કરતી હોય છે.

 આજે વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે તેણે પોસ્ટ કરેલી તસવીરમાં તાહિરા ટૉપલેસ છે અને તેની પીઠ પર સર્જરીનો નિશાન પણ દેખાય છે. અહીં તેની બહાદુરી પુરવાર થાય છે કે એટલી પીડા સહન કર્યાં પછી પણ તે હતાશા કે નિરાશા તરફ ન ધકેલાતાં તે આ બીમારીનો જોશપૂર્વક સામનો કરી રહી છે.

આ પણ વાંચો : હ્રિતિક રોશનના પિતા રાકેશ રોશનને પણ થયું કેન્સર

ઉલ્લેખનીય છે કે બૉલીવુડના ઘણા સેલેબને કેન્સર છે અને તે બધાં જ કેન્સરનો ખૂબ જ બહાદુરી અને મક્કમતાથી સામનો કરી રહ્યા છે. જેમાં સોનાલી બેન્દ્રે, રાકેશ રોશન, તેમજ અન્ય ઘણાં નામો છે અને આ બધાં જ ખૂબ જ મજબૂતાઈથી તેની સામે લડી રહ્યા છે.

ayushmann khurrana bollywood bollywood events bollywood gossips bollywood news