Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હ્રિતિક રોશનના પિતા રાકેશ રોશનને પણ થયું કેન્સર

હ્રિતિક રોશનના પિતા રાકેશ રોશનને પણ થયું કેન્સર

08 January, 2019 01:58 PM IST |

હ્રિતિક રોશનના પિતા રાકેશ રોશનને પણ થયું કેન્સર

હ્રિતિક રોશને પિતા રાકેશ રોશન સાથેની આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતી વખતે આ માહિતીની જાણ કરી.

હ્રિતિક રોશને પિતા રાકેશ રોશન સાથેની આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતી વખતે આ માહિતીની જાણ કરી.


છેલ્લાં કેટલાંક દિવસોમાં બૉલીવુડ અભિનેતાઓના કેન્સરગ્રસ્ત થવાના સમાચાર આવતાં હોય છે, જેમાં અભિનેતા ઈરફાન ખાન પછી સોનાલી બેન્દ્રેને કેન્સર થયો હોવાની વાત જ્યારે સામે આવી ત્યારે આખુંય બૉલીવુડ સદમામાં હતું અને આ સેલેબ્સના ફેન્સ પણ દુખી થઈ ગયા હતા. પણ હવે લેજેન્ડ્રી ફિલ્મમેકર અને અભિનેતા રાકેશ રોશનને પણ ગળાનું કેન્સર છે. આ બાબતની જાણકારી તેમના દીકરા હ્રિતિક રોશને પોતે જ આપી છે.

હ્રિતિક રોશને સવારે સોશિયલ મીડિયા પર પોતાના પિતા રાકેશ રોશન સાથેનો એક ફોટો શૅર કરતાં લખ્યું છે કે, આજે સવારે મેં મારા પિતાને એક ફોટો લેવા કહ્યું. સર્જરીના દિવસે પણ તેઓ પોતાનું વર્કઆઉટ કરવું ભૂલ્યાં નહીં. મને ખ્યાલ છે કે તેઓ સ્ટ્રોંગેસ્ટ મેન છે. કેટલાક અઠવાડિયા પહેલાં તેમને થ્રોટ અર્લી સ્ટેજ સ્ક્વેમસ સેલ કાર્સિનોમા (Early stage squamous cell carcinoma of throat) ડાયગ્નૉસ થયું છે પણ છતાંય આજે તેઓ કેન્સર વિરુદ્ધની લડાઈ માટે તૈયાર છે. અમારો આખો પરિવાર ખુશનસીબ છે કે અમને આવા લીડર મળ્યા છે.



ઉલ્લેખનીય છે કે ઈરફાન ખાન છેલ્લાં કેટલાક દિવસોથી લંડનમાં કેન્સરની સારવાર કરાવી રહ્યો હતો. હાલ તેના પછીની કોઈ જ સમાચાર આવ્યા નથી. અભિનેત્રી સોનાલી બેન્દ્રે અમેરિકામાં કેન્સરની સારવાર કરાવીને પાછી મુંબઈ આવી ગઈ છે. ત્યાં જ અમેરિકામાં ઋષિ કપૂર વિશે પણ અનુમાન લગાવવામાં આવે છે કે તે પણ કેન્સરની સારવાર કરાવી રહ્યા છે પણ તેમના ભાઈ રણધીર કપૂરે કેન્સરની બાબતને નકારતાં કહ્યું કે ઋષિ કપૂરનું આરોગ્ય જલ્દીથી સુધરી જશે.


આ પણ વાંચો : નીતૂ સિંહે અજાણતાં જ કરી દીધી ઋષિ કપૂરની બીમારીની વાત, ફરી શરૂ થઈ કેન્સરની ચર્ચા

હ્રિતિક રોશને પોતાના પિતાના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ કહો ના પ્યાર હેથી જ બૉલીવુડમાં પગ મૂક્યો હતો. હ્રિતિક રોશનની છેલ્લી ફિલ્મ કાબિલને પણ રાકેશ રોશને જ પ્રોડ્યુસ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 January, 2019 01:58 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK