બત્રીસ વર્ષથી કામ કરીને મને અતિશય સંતોષ મળ્યો છે : શાહરુખ

18 September, 2023 03:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખ ખાનને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કામ કરતાં ૩૨ વર્ષ પૂરાં થયાં છે અને એને લઈને તેને ખૂબ સંતોષ મળ્યો છે.

શાહરુખ ખાન

શાહરુખ ખાનને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કામ કરતાં ૩૨ વર્ષ પૂરાં થયાં છે અને એને લઈને તેને ખૂબ સંતોષ મળ્યો છે. હાલમાં શાહરુખ ‘જવાન’ની સફળતાને માણી રહ્યો છે. રાજકુમાર હીરાણીની ‘ડંકી’માં પણ તે દેખાવાનો છે. શાહરુખે કહ્યું કે ‘સાઉથની ફિલ્મોનો હું હંમેશાં ફૅન રહ્યો છું. મને એની ભાષા સમજમાં ન આવતી હોવા છતાં હું એ ફિલ્મો જોતો હતો. હવે આખા દેશ માટે ફિલ્મ બનાવવી એ મારા માટે ખૂબ ખુશીની વાત છે. ભારતીય ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં છેલ્લાં બત્રીસ વર્ષથી કામ કરી રહ્યો છું એ મારા માટે ખૂબ મોટો સંતોષ છે.’

રવિવારના કલેક્શન સાથે ‘જવાન’એ ૪૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં કરી એન્ટ્રી

શાહરુખ ખાનની ‘જવાન’એ રવિવારના કલેક્શન સાથે ૪૦૦ કરોડનો બિઝનેસ કર્યો છે.
શનિવાર સુધી ​ફિલ્મે ૩૯૬.૧૮ કરોડનો વકરો કર્યો છે. સાતમી સપ્ટેમ્બરે આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે. સાઉથના ​ઍટલીએ ફિલ્મ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં શાહરુખના પર્ફોર્મન્સની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં તેની ‘પઠાન’ રિલીઝ થઈ હતી. એ ફિલ્મે પણ રેકૉર્ડ બ્રેક કર્યો હતો. શાહરુખ લગભગ ચાર વર્ષ બાદ ‘પઠાન’ સાથે બૉક્સ-ઑફિસ પર પાછો ફર્યો હતો. તેના પ્રત્યેનો લોકોનો ક્રેઝ હજી કાયમ છે. ‘જવાન’ને લઈને લોકોની દીવાનગી ચરમસીમાએ છે. ફિલ્મની રિલીઝના દિવસે વહેલી સવારના શો પણ રાખવામાં આવ્યા હતા. શાહરુખનાં મોટા પોસ્ટર્સ ઠેર-ઠેર લગાવવામાં આવ્યાં હતાં. વીક-એન્ડ હોવાથી ફિલ્મના કલેક્શનમાં વધારો જોવા મળી રહ્યો છે. રવિવારના બિઝનેસનો ઉમેરો થતાં ‘જવાન’ ૪૦૦ કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.

Shah Rukh Khan bollywood news jawan entertainment news