મહેશ માંજરેકરની મરાઠી ફિલ્મ પર મહિલા આયોગની તવાઈ

14 January, 2022 11:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહેશ માંજરેકરની આગામી મરાઠી ફિલ્મ ‘નાય વરન ભાત લોન્ચા કોન નાય કોન્ચા’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ થતાં રાષ્ટ્રીય મહિલા આયોગે એના પર વાંધો ઉઠાવ્યો છે.

મહેશ માંજરેકર

મહેશ માંજરેકરની આગામી મરાઠી ફિલ્મ ‘નાય વરન ભાત લોન્ચા કોન નાય કોન્ચા’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ થતાં રાષ્ટ્રીય મહિલા આયોગે એના પર વાંધો ઉઠાવ્યો છે. આયોગને મહારાષ્ટ્રની એક સંસ્થા ભારતીય સ્ત્રી શક્તિએ પત્ર લખીને ફિલ્મના ટ્રેલરને લઈને ફરિયાદ દાખલ કરી છે. તેમના મુજબ ટ્રેલરના કેટલાક સીન્સમાં મહિલાને આપત્તિજનક અને અશ્લીલ દેખાડવામાં આવી છે. આ ફિલ્મ આજે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. મહિલા આયોગની પ્રમુખ રેખા શર્માએ એક પત્ર મિનિસ્ટ્રી ઑફ ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગના સેક્રેટરીને લખીને આ મામલામાં દરમ્યાનગીરી કરીને એ સીન્સ હટાવવાની વિનંતી કરી છે. સાથે જ એ લેટર સેન્સર બોર્ડને પણ આપવામાં આવ્યો છે. ફિલ્મના ટ્રેલરને વયની મર્યાદા વિશે માહિતી આપ્યા વગર જ સોશ્યલ મીડિયામાં શૅર કરવામાં આવ્યું છે એને લઈને પણ આયોગે સવાલ ઉઠાવ્યા છે. આ દિશામાં મિનિસ્ટ્રી ઑફ ઇન્ફર્મેશન ઍન્ડ બ્રૉડકાસ્ટિંગ અને સેન્સર બોર્ડ શું કાર્યવાહી કરે છે એ વિશે અવગત કરાવવામાં આવે એવી માગણી રાષ્ટ્રીય મહિલા આયોગે કરી છે.

bollywood news mahesh manjrekar