મહિલાઓમાં સુપરપાવર હોય છે: ભૂમિ પેડણેકર

27 August, 2020 06:33 PM IST  |  Mumbai | Harsh Desai

મહિલાઓમાં સુપરપાવર હોય છે: ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકરનું કહેવું છે કે બૉલીવુડમાં મહિલાઓને જે રીતે દેખાડવામાં આવે છે એમાં બદલાવ લાવવો જોઈએ. બૉલીવુડમાં ભૂમિએ તેનાં પાત્રો દ્વારા સોસાયટીમાં બદલાવ લાવવાની ઘણી કોશિશ કરી હતી. તે ઇચ્છે છે કે બૉલીવુડમાં મહિલાઓને પણ સમાન ગણવામાં આવે અને તેમની સાથે મતભેદ કરવામાં ન આવે. આ વિશે વાત કરતાં ભૂમિએ કહ્યું હતું કે ‘સૌથી પહેલાં આપણે જેન્ડરને લઈને જે મતભેદ છે એ દૂર કરવા જોઈએ. મહિલા અને પુરુષને આપણે કેવી રીતે રજૂ કરીએ છીએ એ બદલવું જોઈએ. મહિલાઓને નજરઅંદાજ ન કરવી જોઈએ. મહિલાઓની પણ ડિઝાયર, ઍમ્બિશન, ફિઝિકલ નીડ્સ અને ઇમોશન્સ હોય છે. મહિલામાં દરેક વસ્તુ બૅલૅન્સ કરવાની તાકાત હોય છે. મારું માનવું છે કે મહિલાઓમાં સુપરપાવર હોય છે અને એને સિનેમામાં દેખાડવાની વધુ જરૂર છે. આ જ રીતે પુરુષ પર પણ પ્રેશર ઓછું આપવું જોઈએ. આપણે એવું શીખવીએ છીએ કે તેમણે સ્ટ્રૉન્ગ બનવું જોઈએ, રડી ન શકે અને ઇમોશન્સ ન દેખાડી શકે. આ ખોટું છે. ‘મર્દ કો દર્દ નહીં હોતા’ બદલવું જોઈએ. મારું માનવું છે કે આપણે મહિલાઓને ઑબ્જેક્ટિફાય કરવાનું બંધ કરવું જોઈએ. મને ખબર છે કે બદલાવની શરૂઆત થઈ ગઈ છે. મારી ઇચ્છા છે કે આપણે એને વધુ ઝડપી બનાવીએ.’

entertainment news bollywood bollywood news bollywood gossips bhumi pednekar harsh desai