અમિતાભ બચ્ચનની જર્નીને જોવી આપણા માટે સન્માનની વાત છે : કરણ જોહર

08 November, 2019 11:02 AM IST  |  Mumbai

અમિતાભ બચ્ચનની જર્નીને જોવી આપણા માટે સન્માનની વાત છે : કરણ જોહર

કરણ જોહર

અમિતાભ બચ્ચને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પચાસ વર્ષ પૂરાં કરતાં કરણ જોહરે પણ તેમને શુભેચ્છા આપતાં તેમની જર્નીને જોવાને એક સન્માનની વાત કહી છે. પોતાની લાગણી વ્યક્ત કરતાં ટ્‍‍વિટર પર કરણ જોહરે ટ્વીટ કર્યું હતું કે ‘મનોરંજનના વિશ્વમાં તેમની સ્ટોરી હંમેશાં માટે પ્રેરણાદાયી રહેવાની છે. તેમની સિદ્ધિને વર્ણવવા માટે શબ્દો પણ ખૂટી જાય છે. તેમની પ્રતિભાને જોવી એ આપણા સૌના માટે સન્માનની વાત છે. તેમના ગૌરવશાળી દીકરાને પણ શુભેચ્છા.’
અમિતાભ બચ્ચનના ફૅન્સ તેમને શુભકામનાઓ આપી રહ્યા છે. કરણ જોહરના ટ્વીટને શૅર કરીને એકતા કપૂરે ટ્વીટ કર્યું હતું કે
‘સ્ટાર્સ હોય છે. ત્યાર બાદ સુપરસ્ટાર્સ હોય છે અને ત્યાર બાદ આવે છે અમિતાભ બચ્ચન. (અંકલ/સર).’

karan johar amitabh bachchan