19 May, 2024 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુશાલ ટંડન અને શિવાંગી જોશી
કુશાલ ટંડન અને શિવાંગી જોશીના અફેરની ચર્ચા ઘણા વખતથી ચાલી રહી છે. થોડા સમય પહેલાં તો તેમની સગાઈ થઈ હોવાની પણ અફવા હતી, જેને બાદમાં બન્નેએ નકાર આપ્યો હતો. ગઈ કાલે શિવાંગીનો બર્થ-ડે હોવાથી તેને શુભેચ્છા આપતાં સોશ્યલ મીડિયામાં કુશાલે લખ્યું કે મારી લાઇફમાં આવી એ માટે આભાર. તેની આવી પોસ્ટથી લાગે છે કે તેણે બન્નેના રિલેશનને કન્ફર્મ કર્યું છે. ૨૬ વર્ષની શિવાંગી અને ૩૯ વર્ષનો કુશાલ થોડા સમય પહેલાં થાઇલૅન્ડમાં વેકેશન એન્જૉય કરી રહ્યાં હતાં એના ફોટો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા હતા. શિવાંગી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કુશાલે કૅપ્શન આપી, ‘મારી ગૉર્જિયસ શિવાંગી જોશી હૅપી બર્થ-ડે. આજે હું તને અને તારા અદ્ભુત વ્યક્તિત્વને સેલિબ્રેટ કરું છું. તું ખૂબ ઉદાર, વિનમ્ર, કાળજી લેનાર અને મજેદાર છે. એક યુવતીમાં કેવા ગુણ હોવા જોઈએ એ બધા તારામાં છે. મારી લાઇફમાં તું આવી એટલે હું અતિશય આભારી છું. આવા અનેક બર્થ-ડેઝ આપણે સાથે સેલિબ્રેટ કરતાં રહીશું. સાથે જ સુંદર યાદોનો સંગ્રહ કરીશું.’